MARKET MORNING: INTRADAY PICKS: KEI, SWAN ENERGY, BIOCON, INFY: SELL DMART
અમદાવાદ, 8 ઓગસ્ટઃ BSE SENSEX સોમવારે 232 પોઇન્ટની આગેકૂચ સાથે 65953 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અને NIFTY-50 80 પોઇન્ટ સુધરી 19597 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના ટેનિકલ ચાર્ટ્સ સૂચવે છે કે, સોમવારે ગેપ-અપ ઓપનિંગ પછી નિફ્ટીએ 19550 ઉપર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ હાયર હાઇ સ્પીનિંગ ટોપ કેન્ડલસ્ટીકની રચના નોંધાવી છે. એકવાર 19800 પોઇન્ટની ઉપર ક્લોઝિંગ આપ્યા બાદ, ઉપરમાં 20180 પોઇન્ટ આપી શકે છે. પરંતુ જો અને તો ની શક્યતાઓ પણ ધ્યાનમાં રાખીએ તો 19300 નીચે બંધ આપે તો માર્કેટમાં થોડું વેચવાલીનું ભારણ વધી શકે છે. પરંતુ મંગળવારે પહેલી 15 મિનિટ દરમિયાન જો 19650નું લેવલ જળવાઇ રહે તો માર્કેટમાં મજબૂત શક્યતાઓ જણાય છે અ 19400 તૂટે તો જ માર્કેટમાં ખાના ખરાબી જોવા મળી શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)