માર્કેટ મોર્નિંગઃ શ્યામ મેટલ્સ, CAMS, IGL, રેડિકો, કોટક બેન્ક ઉપર રાખો વોચ
નિફ્ટી 19820 ઉપર બંધ આપે પછી જ કરજો તેજીનો વિશ્વાસ, 19770 તોડે તો મંદીવાળાનું રાજ રહેશે
અમદાવાદ, 13 ઓક્ટોબરઃ ગુરુવારે સેન્સેક્સે સાંકડી વધઘટ અને વોલ્યૂમ્સ વચ્ચે 64 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 66408 પોઇન્ટ અને નિફ્ટીએ 17 પોઇન્ટના ઘટાડા સાથે 19794 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યુ છે. ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19800 નીચે બંધ આપતાં પહેલાં 19843ની હાઇ સપાટી નોંધાવી હતી. ત્યારબાદ રેન્જ બાઉન્ડ રહેવા સાથે 19850 ક્રોસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
બેન્ક નિફ્ટીએ પણ 50 ઇએમએ ક્રોસ કરવામા નિષ્ફળતાનો દોર જારી રાખ્યો છે. જ્યાં સુધી તે સળંગ બે દિવસ ક્રોસ થાય નહિં ત્યાં સુધી માર્કેટમાં વિશ્વાસનું વાતાવરણ જામશે નહિં તેવું સ્ટોક્સબોક્સનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ નિફ્ટી જો 19820 ક્રોસ કરીને બંધ આપે તો તેજીના વેપાર વિચારી શકે અન્યથા નીચામાં 19770 પોઇન્ટ નીચે બંધ આપે તો મંદીવાળાનું રાજ રહેશે તેમ સમજીને સ્ટોપલોસ હાથવગો રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)