માર્કેટ મોર્નિંગઃ પ્રિઓપનિંગ સેશનમાં નિફ્ટી 300+ પોઇન્ટ અપ, ખૂલ્યા પછી 19548-19476 મહત્વની
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ મંગળવારે સેન્સેક્સે 566 પોઇન્ટના બાઉન્સબેક સાથે 66079પોઇન્ટ અને નિફ્ટીએ 177 પોઇન્ટના સંગીન સુધારા સાથે 19689 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ઇએમએ 50 પાછી મેળવવા સાથે બીગ પોઝિટિવ કેન્ડલ ઓન ડેઇલી ચાર્ટ નોંધાવી છે. માર્કેટ સેન્ટિમેન્ટ વોલેટાઇલ રહ્યું છે. નિફ્ટી જ્યાં સુધી 19800 પોઇન્ટની ઉપર બંધ આપે નહિં ત્યાં સુધી માર્કેટમાં કોન્ફિડેન્સનો અભાવ રહી શકે તેવું સ્ટોક્સ બોક્સનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટીએ પણ ડેઇલી ચાર્ટ ઉપર બીગ પોઝિટિવ કેન્ડલની રચના કરી છે. પરંતુ તે હજી ઇએમએ 50નું લેવલ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો છે જે દર્શાવે છે કે, આ સેગ્મેન્ટમાં પ્રોફીટ બુકિંગ જારી રહી શકે છે. નિફ્ટી માટે બજાર ખૂલ્યાના 15-20 મિનિટ માટે 19548- 19476 અતિ મહત્વની સપાટીઓ સાબિત થઇ શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ માની રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)