માર્કેટ મોર્નિંગઃ નિફ્ટીને સુધારાની આગેકૂચ માટે 19807 ઉપર ક્લોઝિંગની જરૂર, ઇન્ટ્રા-ડે વોચઃ RITES, PGHL, VGUARD, KEC, WIPRO
અમદાવાદ, 16 ઓક્ટોબરઃ શુક્રવારે બીએસઇ સેન્સેક્સે 125 પોઇન્ટના ઘટાડા સાથે 66282 પોઇન્ટ અને નિફ્ટીએ 43 પોઇન્ટના ઘટાડા સાથે 19751 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. શુક્રવારે ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ 19700ની સપાટી તોડી 19635 પોઇન્ટનું ઇન્ટ્રાડે બોટમ બનાવ્યું હતું. જોકે, સમગ્ર દિવસ દરમિયાન વોલેટાઇલ રહેવા છતાં નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર અપર શેડો સાથે પોઝિટિવ કેન્ડલની રચના નોંધાવી છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સેલિંગ પ્રેશર હજી પણ છે. જ્યાં સુધી નિફ્ટી ઉપરમાં 19807- 19850 ઉપર ક્લોઝિંગ આપે નહિં ત્યાં સુધી લાંબી તેજીનો વેપાર કરવાથી દૂર રહેવાની સલાહ સ્ટોક્સ બોક્સના ટેકનિકલ રિપોર્ટ દ્વારા અપાઇ રહી છે.
બેન્ક નિફ્ટી તેની એસએમએ 50 સપાટી ક્રોસ કરવા મથી રહ્યો છે. 43800 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની રહેશે. જ્યારે 45000 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહેવાની સંભાવના છે. 15 મિનિટના ચાર્ટમાં પણ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે નિફ્ટી નવા સપ્તાહના પ્રથમ દિવસ દરમિયાન 19807 પોઇન્ટની સપાટી તો જાળવવી જ રહી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)