MARKET OPENING BELL: SENSEX 153 પોઇન્ટના ગેપઅપથી ખુલી 250 પોઇન્ટ ઉછળ્યો
અમદાવાદ, 30 જૂન
પ્રિઓપનિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી બન્ને ગ્રીન ઝોનમાં રહ્યા છેે. મોટાભાગના બ્લૂચીપ શેર્સ પણ પોઝિટિવ ટોનમાં રહ્યા છે. નિફ્ટીએ લોઅર શેડો ઉપર બુલિશ કેન્ડલની રચના કરી છે. તે જોતાં સુધારાનો આશાવાદ જળવાઇ રહેશે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એશિયન પેઇન્ટ્સ, ગ્રીવ્સ, ડાબર, જીપીપીએલ ખરીદવાની જ્યારે એબીએફઆરએલ વેચવાની સલાહ STOXBOX તરફથી મળી રહી છે. 153 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો બીએસઇ સેન્સેક્સ સેકન્ડોમાં જ 250 પોઇન્ટ અપ રહેવા સાથે સેન્સેક્સ પેકની 27 સ્ક્રીપ્સમાં સુધારો અને 3 સ્ક્રીપ્સમાંઘટાડો નોંઘાયો હતો. આ લખાય છે ત્યારે (9.16. 28 કલાકે) સેન્સેક્સ 351 પોઇન્ટ પ્લસ રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)