Stocks to Watch:CEAT, UCOBank, OnixSolar, REC, AnlonTech, SunteckRealty, Wendt, Automotive, RBLBank, GodrejProperties, IEX, UnoMinda, IntellectDesign

અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ટેકનિકલ અને ફન્ડામેન્ટલ્સ કરતાં પણ માર્કેટ હવે સેન્ટિમેન્ટલ્સ ઉપર વધુ મદાર રાખવા સાથે મંદીવાળાની ચૂંગાલમાં ફસાઇ રહ્યું હોવાનું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે. ટેરિફ વોર વચ્ચે અટવાયેલા વૈશ્વિક શેરબજારોની હાલક-ડોલક સ્થિતિ કંઇક રોકાણકારોના પોર્ટફોલિયો ડૂબાડી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે નિફ્ટીએ સોમવારે 22000 પોઇન્ટની સાયકોલોજિકલ  સપાટી જાળવી તો રાખી છે. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ તેને સપોર્ટ કરવાથી ડરી રહ્યું છે. પરંતુ ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે, જ્યારે ગામ આખું મંદીની વાતો કરે ત્યારે શાણા અને સક્ષમ રોકાણકારો ધીરે ધીરે મૂડીરોકાણની શરૂઆત કરતાં હોય છે. ઉપરમાં નિફ્ટી માટે 22500 પોઇન્ટની રેઝિસ્ટન્સઅને નીચામાં સપોર્ટ લેવલ્સ માટે થોભો અને રાહ જુઓની નિતી અપનાવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆ 27ના લેવલની નીચે ઉતરી ગયા બાદ ફરી સુધારા માટેના સંકેતો ધરાવવા સાથે અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ ઓવરસોલ્ડ સ્થિતિ વચ્ચે રાહત રેલીની શક્યતા દર્શાવી રહ્યા છે.

ગયા વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ 85,978.25ના રેકોર્ડ સ્તરથી, SENSEX 12,780.15 પોઈન્ટ અથવા 14.86 ટકા ઘટ્યો હતો. NIFTY 27 સપ્ટેમ્બર, 2024ના રોજ 26277 પોઇન્ટના તેના હિસ્ટોરીકલ હાઇથી 4153 પોઈન્ટ અથવા 15.8 ટકા ઘટ્યો છે. કોવિડના તળિયે પહોંચ્યા પછીથી ભારત ફન્ડામેન્ટલી મજબૂત છે, પરંતુ ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં, લાંબા ગાળાના મંદીવાળા બજારમાં એક્ટિવ અને હાવી થઇ રહ્યા છે. ટેકનિકલી NIFTY 20000થી સહેજ નીચે, 19500 પોઇન્ટની આસપાસ લાંબા ગાળાના સપોર્ટનું પરીક્ષણ કરે તેવી શક્યતા હોવાનું બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ માની રહ્યા છે.

નિફ્ટીસપોર્ટ 21995- 21872, રેઝિસ્ટન્સ 22252- 22385
બેન્ક નિફ્ટીસપોર્ટ 47779- 47334, રેઝિસ્ટન્સ 48512- 48910

સોમવારની વાત કરીએ તો રેન્જબાઉન્ડ ટ્રેડિંગ પછી NIFTYએ તેના બધા શરૂઆતના સુધારાઓ ભૂંસી નાખ્યા અને નેગેટિવ ટ્રેન્ડ સાથે ફ્લેટ બંધ થય હતો. NIFTYમાં બોલિંગર બેન્ડના નીચલા છેડે ટ્રેડિંગ કરીને 9 મહિનાનો નવો નીચો ભાવ જોવા મળ્યો, જે નબળાઈનો સંકેત આપે છે. તેથી, નિષ્ણાતો “સેલ ઓન રેલી” વ્યૂહરચના પર વળગી રહ્યા છે, જ્યારે મોમેન્ટમ સૂચક RSI ઓવરસોલ્ડ ઝોનમાં રહ્યો છે, જે રિબાઉન્ડની શક્યતા દર્શાવે છે. જો NIFTY 22,000 પોઇન્ટના સાયકોલોજિકલ સ્તરને તોડે, તો આગામી સપોર્ટ 21,900-21,800 ઝોન પર રહેશે. જો કે, અપટ્રેન્ડના કિસ્સામાં, 22,300 મુખ્ય રેઝિસ્ટન્સ બનવાની ધારણા છે. NIFTY ટૂંક સમયમાં ચૂંટણી પરિણામ દિવસના તેના સૌથી નીચલા સ્તર 21,300ને તોડી શકે છે, અને મુખ્ય સપોર્ટ 19,500ની નજીક જોવા મળી શકે છે. બજાર લાંબા ગાળાના ઘટાડાના પ્રારંભિક તબક્કામાં જણાય છે, જે ઓછામાં ઓછા ત્રણ ક્વાર્ટર સુધી ટકી શકે છે.

INDIA VIX: ૧૪ સ્તરથી નીચે ટકી રહ્યો, જે બુલ્સ માટે આરામદાયક ઝોન છે. તે ૧.૦૬ ટકા ઘટીને ૧૩.૭૬ ઝોનનો સંકેત આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)