મુંબઈ, 18 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.25,154.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,748.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18398.79 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,348ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,627 અને નીચામાં રૂ.65,180ના મથાળે અથડાઈ, રૂ.74 વધી રૂ.65,616ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.63 ઘટી રૂ.52,200 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.6,412ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.91 વધી રૂ.65,458ના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,734 અને નીચામાં રૂ.75,184ના મથાળે અથડાઈ, રૂ.76 વધી રૂ.75,726ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.88 વધી રૂ.75,669 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.73 વધી રૂ.75,650 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ માર્ચ વાયદો રૂ.761.75ના ભાવે ખૂલી, રૂ.0.65 વધી રૂ.762.90 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.204.55 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.180ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.204.50 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.180.35 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.35 વધી રૂ.223 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.7.86 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,732ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,807 અને નીચામાં રૂ.6,725ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.6,744 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.26 વધી રૂ.6,745 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.139ના ભાવે ખૂલી, રૂ.7.60 વધી રૂ.145.90 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 7.5 વધી 145.9 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલમાં નરમાઈ, કોટનખાંડીમાં વૃદ્ધિ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,040 અને નીચામાં રૂ.61,500ના મથાળે અથડાઈ, રૂ.300 વધી રૂ.61,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.80 ઘટી રૂ.927.40 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,748 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18,399 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,971.13 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,640.27 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.475.12 કરોડનાં 13,975 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.926.15 કરોડનાં 67,533 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.94.93 કરોડનાં 1,112 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.18.93 કરોડનાં 421 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.343.84 કરોડનાં 1,803 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.255.02 કરોડનાં 4,035 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.14.69 કરોડનાં 49 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.7.99 કરોડનાં 237 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)