MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.405, ચાંદીમાં રૂ.568નો ઉછાળો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,421 સોદાઓમાં રૂ.4,881.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,599 અને નીચામાં રૂ.60,170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.405 વધી રૂ.60,468ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.266 વધી રૂ.48,083 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.5,962ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.341 વધી રૂ.60,208ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,103 અને નીચામાં રૂ.74,622 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.568 વધી રૂ.74,891 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.497 વધી રૂ.74,749 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.479 વધી રૂ.74,727 બોલાઈ રહ્યો હતો.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,90,893 સોદાઓમાં કુલ રૂ.22,566.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,446.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 15097.7 કરોડનો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ એપ્રિલ વાયદો રૂ.768.55ના ભાવે ખૂલી, રૂ.4.75 વધી રૂ.771.90 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.205.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.180ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.247ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.50 ઘટી રૂ.205.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.180.60 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.70 ઘટી રૂ.247.65 બોલાઈ રહ્યો હતો. 8,335 સોદાઓમાં રૂ.,966.77 કરોડના વેપાર થયા હતા.
નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,591ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,615 અને નીચામાં રૂ.6,532 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22 ઘટી રૂ.6,546 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.21 ઘટી રૂ.6,544 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.1.70 વધી રૂ.183.10 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.8 વધી 183.4 બોલાઈ રહ્યો હતો. 41,364 સોદાઓમાં રૂ.1,583.05 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલનો વાયદો રૂ.22 ડાઊન, કોટન-ખાંડીનો વાયદો રૂ.520 ગબડ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,120 અને નીચામાં રૂ.62,760 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.520 ઘટી રૂ.62,800ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 વધી રૂ.980.20 બોલાયો હતો. રૂ.15.15 કરોડનાં કામકાજ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,447 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 15097.7 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,104.35 કરોડનાં 3,483.639 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,777.57 કરોડનાં 370.053 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.759.90 કરોડનાં 11,55,310 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.823.15 કરોડનાં 4,51,55,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.176.39 કરોડનાં 8,563 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.76.27 કરોડનાં 4,216 ટન તાંબાના વાયદાઓમાં રૂ.456.95 કરોડનાં 5,925 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.257.16 કરોડનાં 10,363 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.10.94 કરોડનાં 1,728 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.21 કરોડનાં 42.84 ટનનાં કામકાજ થયાં હતાં.