મુંબઈ, 27 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,971 સોદાઓમાં રૂ.4,722.13 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,260 અને નીચામાં રૂ.60,070ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.326 વધી રૂ.60,219ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.137 વધી રૂ.48,549 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.5,997ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.308 વધી રૂ.60,157ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,213ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,524 અને નીચામાં રૂ.74,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.671 વધી રૂ.74,490ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.690 વધી રૂ.74,408 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.713 વધી રૂ.74,481 બોલાઈ રહ્યો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,12,053 સોદાઓમાં કુલ રૂ.16,240.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,208.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9015.2 કરોડનો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ એપ્રિલ વાયદો રૂ.728.80ના ભાવે ખૂલી, રૂ.5.60 ઘટી રૂ.732.20 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.206.80 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.232ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.205.55 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182.30 જસત-મિની મે વાયદો રૂ.2.95 ઘટી રૂ.233.45 બોલાઈ રહ્યો હતો. ખાતે 11,223 સોદાઓમાં રૂ.1,281.96 કરોડના વેપાર થયા હતા.

બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,169ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,175 અને નીચામાં રૂ.6,091ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.133 ઘટી રૂ.6,102 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.128 ઘટી રૂ.6,105 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.190ના ભાવે ખૂલી, રૂ.1.60 વધી રૂ.190.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.5 વધી 190.4 બોલાઈ રહ્યો હતો. 32,569 સોદાઓમાં રૂ.1,197.46 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદામાં ઢીલાશઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.61,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.61,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.60 વધી રૂ.964.50 બોલાયો હતો. રૂ.6.53 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,208 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9015 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,157.89 કરોડનાં 3,585.424 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,564.24 કરોડનાં 340.818 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.546.85 કરોડનાં 8,95,140 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.650.61 કરોડનાં 3,41,07,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.177.21 કરોડનાં 8,619 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.84 કરોડનાં 1,691 ટન તાંબાના વાયદાઓમાં રૂ.725.01 કરોડનાં 9,858 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.348.90 કરોડનાં 14,908 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.50 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.03 કરોડનાં 20.88 ટનનાં કામકાજ થયાં હતાં.