MCX: સોનાના વાયદામાં રૂ.1391 અને ચાંદીમાં રૂ.2340નો કડાકો
મુંબઈ, 22 એપ્રિલઃ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57,795.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17,279.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40489.63 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,127ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,295 અને નીચામાં રૂ.71,400 ના મથાળે અથડાઈ, રૂ.1,391ના કડાકા સાથે રૂ.71,415ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,429 ઘટી રૂ.57,974 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.85 ઘટી રૂ.7,203ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,257 ઘટી રૂ.71,989ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,500 અને નીચામાં રૂ.81,159 ના મથાળે અથડાઈ, રૂ.2,340ના કડાકા સાથે રૂ.81,167 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,241 ઘટી રૂ.81,050 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,254 ઘટી રૂ.81,025 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.27.16 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.845.55ના ભાવે ખૂલી, રૂ.0.65 ઘટી રૂ.844.50 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.243.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.249ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.243.50 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.188.55 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.15 ઘટી રૂ.249.35 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલનો વાયદો રૂ.97 ડાઊન, મેન્થા તેલ નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,870ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,870 અને નીચામાં રૂ.6,744 ના મથાળે અથડાઈ, રૂ.97 ઘટી રૂ.6,800 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.99 ઘટી રૂ.6,800 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.146ના ભાવે ખૂલી, રૂ.0.10 વધી રૂ.146.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.1 ઘટી 146.7 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડી વાયદો રૂ.1,020 વધ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,780ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,000 અને નીચામાં રૂ.58,700 ના મથાળે અથડાઈ, રૂ.1,020 વધી રૂ.58,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.891 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.17,279 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 40,490 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6,573.25 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,490.26 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.455.01 કરોડનાં 15,141 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.896.46 કરોડનાં 59,725 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.335.32 કરોડનાં 5,112 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.78.47 કરોડનાં 1,139 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.976.42 કરોડનાં 4,601 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.597.11 કરોડનાં 8,704 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.11.06 કરોડનાં 39 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.13.70 કરોડનાં 423 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)