MCX: સોના-ચાંદીના વાયદામાં નોમિનલ સુધારો
મુંબઈ, 1 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.10342.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,931.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8409.18 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,379 અને નીચામાં રૂ.63,181ના મથાળે અથડાઈ, રૂ.2 વધી રૂ.63,322ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.51,061 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,225ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.187 વધી રૂ.63,188ના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,932 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,409 કરોડનું ટર્નઓવર
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,279ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,435 અને નીચામાં રૂ.74,220ના મથાળે અથડાઈ, રૂ.45 વધી રૂ.74,435ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.63 વધી રૂ.74,470 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.57 વધી રૂ.74,450 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદો 16,409 પોઈન્ટના સ્તરે
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.730.35ના ભાવે ખૂલી, રૂ.0.25 વધી રૂ.731.35 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.212 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.233ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.211.95 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.183.25 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.0.15 વધી રૂ.233.20 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,967ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,036 અને નીચામાં રૂ.5,967ના મથાળે અથડાઈ, રૂ.1 ઘટી રૂ.6,026 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.1 વધી રૂ.6,037 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.210ના ભાવે ખૂલી, રૂ.0.30 વધી રૂ.214.20 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 0.2 વધી 214.3 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.80 ઢીલો, ક્રૂડ તેલ મામૂલી ઘટ્યુ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,300 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, રૂ.80 ઘટી રૂ.56,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.928.20 બોલાયો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ જાન્યુઆરી વાયદો 16,400 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,430 અને નીચામાં 16,371 બોલાઈ, 59 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1 પોઈન્ટ ઘટી 16,409 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)