MCX: ચાંદી વાયદો રૂ.810 ઉછળી રૂ. 82849ની નવી ટોચે, સોનામાં રૂ.747 સુધર્યા
મુંબઈ, 9 એપ્રિલઃકોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32,019.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,874.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23133.65 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,026ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,739 અને નીચામાં રૂ.70,988ના મથાળે અથડાઈ, રૂ.747ના ઉછાળા સાથે રૂ.71,659ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.672 ઊછળી રૂ.57,580 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.43 વધી રૂ.7,031ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.773ની વૃદ્ધિ સાથે રૂ.71,380ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,971ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,849ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.81,776ના મથાળે અથડાઈ, રૂ.810ના ઉછાળા સાથે રૂ.82,685ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.801 ઊછળી રૂ.82,548 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.805ની વૃદ્ધિ સાથે રૂ.82,514 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.11.52 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.814.10ના ભાવે ખૂલી, રૂ.4.85 વધી રૂ.820.90 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.225.20 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.40 વધી રૂ.239ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 વધી રૂ.225.65 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.188.80 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.40 વધી રૂ.238.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,213ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,236 અને નીચામાં રૂ.7,187ના મથાળે અથડાઈ, રૂ.36 વધી રૂ.7,215 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.38 વધી રૂ.7,216 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.155ના ભાવે ખૂલી, રૂ.1.80 વધી રૂ.155.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.8 વધી 156 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડીમાં સેંકડા ઘટ્યા, ક્રૂડ તેલ, નેચરલ ગેસ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,700 અને નીચામાં રૂ.61,220ના મથાળે અથડાઈ, રૂ.100 ઘટી રૂ.61,560ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 વધી રૂ.910 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,875 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 23,134 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,093.08 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,240.49 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.262.14 કરોડનાં 7,937 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.389.44 કરોડનાં 27,607 લોટનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.155.01 કરોડનાં 2,445 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.85.35 કરોડનાં 1,490 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,113.35 કરોડનાં 5,406 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.530.95 કરોડનાં 8,133 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..89 કરોડનાં 3 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.99 કરોડનાં 121 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)