મુંબઈ, 9 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 જૂન થી 6 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 54,88,413 સોદાઓમાં કુલ રૂ.4,30,970.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.87,010.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.343807 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 7,58,579 સોદાઓમાં રૂ.50,607.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.57,980ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,779 અને નીચામાં રૂ.57,792 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.387 વધી રૂ.58,401ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.213 વધી રૂ.47,369 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.5,843ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.305 વધી રૂ.58,385ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાના વાયદામાં રૂ.387 અને ચાંદીમાં રૂ.728નો સુધારો

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.69,463ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,661 અને નીચામાં રૂ.68,951 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.728 વધી રૂ.70,324 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.651 વધી રૂ.70,376 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.656 વધી રૂ.70,403 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.153 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 76,728 સોદાઓમાં રૂ.8,009.95 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.708.80ના ભાવે ખૂલી, રૂ.10.85 વધી રૂ.715.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.195.05 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.00 કોઈ ફેરફાર વગર રૂ.181ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 ઘટી રૂ.195.30 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.00 કોઈ ફેરફાર વગર રૂ.181.65 જસત-મિની જુલાઈ વાયદો રૂ.3.55 વધી રૂ.214.90 બંધ થયો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 7,35,866 સોદાઓમાં રૂ.28,309.7 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,752ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,973 અને નીચામાં રૂ.5,728 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.203 વધી રૂ.5,941 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.199 વધી રૂ.5,941 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.222ના ભાવે ખૂલી, રૂ.6.60 ઘટી રૂ.217.70 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 6.4 ઘટી 218.1 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.820 વધ્યો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.83.67 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,780ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,180 અને નીચામાં રૂ.56,400 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.820 વધી રૂ.56,840ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.904.00 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.87,011 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.343807 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.21,592.33 કરોડનાં 37,013.338 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.29,015.12 કરોડનાં 4,113.704 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,374.15 કરોડનાં 2,28,84,200 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,935.55 કરોડનાં 66,90,50,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.880.79 કરોડનાં 45,034 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.285.05 કરોડનાં 15,657 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,387.44 કરોડનાં 61,395 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,456.67 કરોડનાં 1,14,717 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.53.78 કરોડનાં 9,408 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.29.89 કરોડનાં 331.56 ટનનાં કામકાજ થયાં હતાં.