મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 30,75,510 સોદાઓમાં કુલ રૂ.3,44,155.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.61,134.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 282957.99 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,33,113 સોદાઓમાં રૂ.46,780.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.66,057ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,499 અને નીચામાં રૂ.65,810 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.178 વધી રૂ.66,367ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.219 વધી રૂ.53,324 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.6,489ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.356 વધી રૂ.66,295ના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.74,775ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,428 અને નીચામાં રૂ.74,280 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.419 ઘટી રૂ.74,662 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.437 ઘટી રૂ.74,645 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.416 ઘટી રૂ.74,631 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.63 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 39,013 સોદાઓમાં રૂ.4,109.24 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.752.40ના ભાવે ખૂલી, રૂ.2.25 ઘટી રૂ.755.15 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.50 વધી રૂ.207.50 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.176ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.5.70 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.3.55 વધી રૂ.208.45 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.176.35 જસત-મિની માર્ચ વાયદો રૂ.5.00 ઘટી રૂ.214.25 બંધ થયો હતો.

ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સુધારો, નેચરલ ગેસ ઢીલુ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 3,26,609 સોદાઓમાં રૂ.10,141.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,715ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,874 અને નીચામાં રૂ.6,705 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.43 વધી રૂ.6,776 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.41 વધી રૂ.6,776 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.155ના ભાવે ખૂલી, રૂ.8.90 ઘટી રૂ.144.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 8.8 ઘટી 144.6 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.103.40 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,520ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.59,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.360 વધી રૂ.60,280ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 વધી રૂ.924.30 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.61,134 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 282957.99 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.30,376.95 કરોડનાં 45,769.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.16,403.62 કરોડનાં 2,189.477 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.3,608.85 કરોડનાં 53,12,750 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.6,532.31 કરોડનાં 44,00,69,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.586.98 કરોડનાં 28,277 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.158.27 કરોડનાં 8,941 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,969.00 કરોડનાં 25,988 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.1,394.99 કરોડનાં 63,812 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.92.06 કરોડનાં 15,120 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.34 કરોડનાં 121 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)