મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 94,05,353 સોદાઓમાં કુલ રૂ.8,96,221.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,531.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 758660.89 કરોડનો હતો.

દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેના લીધે ટ્રેડરો હવે ટૂંકાગાળાની એક્સપાયરીવાળા કોન્ટ્રેક્ટ્સનો લાભ ઉઠાવી શકશે અને ટ્રેડરો માટે હેજિંગ માટેની તકો વધશે.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,56,519 સોદાઓમાં રૂ.91,706.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,849ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,950 અને નીચામાં રૂ.76,300 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,019 ઘટી રૂ.77,411ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.780 ઘટી રૂ.62,756 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.7,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,053 ઘટી રૂ.77,386ના સ્તરે પહોંચ્યો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈ

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.94,924ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.95,699 અને નીચામાં રૂ.90,020 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,318 ઘટી રૂ.92,313 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,425 ઘટી રૂ.92,104 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,418 ઘટી રૂ.92,104 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,35,736 સોદાઓમાં રૂ.18,812.48 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.841.70ના ભાવે ખૂલી, રૂ.9.25 વધી રૂ.849.90 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.65 વધી રૂ.246.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.285ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.7.45 વધી રૂ.246.95 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182.25 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.2.20 વધી રૂ.284.75 બંધ થયો હતો.

ક્રૂડ તેલનો વાયદો રૂ.306 ઊછળ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,92,994 સોદાઓમાં રૂ.26,992.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,890ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,138 અને નીચામાં રૂ.5,890 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.306 વધી રૂ.6,129 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.299 વધી રૂ.6,124 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.2.90 ઘટી રૂ.226.60 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 3 ઘટી 226.7 બંધ થયો હતો.

કોટન વોશ ઓઈલ, કોટન-ખાંડીના વાયદાઓમાં તેજીનો માહોલ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.21.20 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,160 અને નીચામાં રૂ.53,890 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.400 વધી રૂ.56,050ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.10 ઘટી રૂ.915.70 બોલાયો હતો.

સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,37,531 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 758660 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.40,455.76 કરોડનાં 52,068.510 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.51,250.36 કરોડનાં 5,512.797 ટનના વેપાર થયા હતા.

બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,993.95 કરોડનાં 1,49,37,330 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.17,998.14 કરોડનાં 77,87,87,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,182.80 કરોડનાં 89,934 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.406.81 કરોડનાં 22,347 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,517.71 કરોડનાં 1,36,198 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,705.16 કરોડનાં 1,65,794 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.73 કરોડનાં 4,080 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.60 કરોડનાં 156.96 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)