3-દિવસીય કોન્ફરન્સમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ, ગહન નેટવર્કિંગ અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના વિકાસ માટે એક સૂચક રોડમેપ લેઆઉટ પર ચર્ચા કરવામાં આવી

અમદાવાદ, 27 નવેમ્બરઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિય (ICAI) એ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના ત્રીજા દિવસનું સફળ સમાપન કર્યું હતું. આ ઇવેન્ટે વૈશ્વિક એકાઉન્ટન્સી વ્યવસાયને આગળ વધારવા માટે ICAIની પ્રતિબદ્ધતા દર્શાવતા, ગહન ચર્ચાઓ અને શીખવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરવાની તેની પરંપરા ચાલુ રાખી હતી. ઇવેન્ટમાં આકર્ષક સેશન્સ અને નિષ્ણાંત આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી, જે વિશ્વભરના એકાઉન્ટિંગ વ્યાવસાયિકો માટે એક મુખ્ય ઇવેન્ટ તરીકે GloPAC ને મજબૂત બનાવે છે. 25 દેશોના 4500થી વધુ પ્રતિનિધિઓ સંમેલનમાં ભાગ લીધો હતો.

ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના સમાપનની શરૂઆત ફાઇનાન્સ પ્રોફેશનલ્સ માટે વેલનેસ ઇનસાઇટ્સ પરના સ્પેશિયલ સેશન સાથે થઈ હતી. આ પ્રભાવશાળી સેશને વ્યાપક વિષયો જેમ કે ટેક્નોલોજી અને સ્ટાર્ટ અપ, ઇમર્જિંગ એવન્યુઝ, ગ્લોબલ કનેક્ટ અને પ્રોફેશનલ એક્સેલન્સ પર સમાંતર ચાલી રહેલા જ્ઞાનવર્ધક સેશન્સની શ્રેણી માટે મંચ તૈયાર કર્યો. ત્યાર પછી યોજાયેલા સમાંતર ટ્રેકમાં ડેલિગેટ્સના હિતો સાથે સંબંધિત વિવિધ નિર્ણાયક પાસાંને આવરી લેવાયા હતા.

“પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને મજબૂત બનાવવુઃ જવાબદારી અને પારદર્શિતા દ્વારા વિશ્વાસનું નિર્માણ” વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવસાયિક શ્રેષ્ઠતા કેવી રીતે હાંસલ કરી શકાય તે અંગેનું સેશન યોજાયું હતું અને અસરકારક વ્યૂહરચનાઓ તથા વિશ્વાસનું નિર્માણ કરે તેમજ ટકાઉ સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે તેવી શ્રેષ્ઠ પ્રથાઓને પ્રકાશિત કરવામાં આવી હતી.

ટેક્સ એક્સપર્ટ સીએ. (ડો.) ગિરીશ આહુજા દ્વારા કરવેરા અને ટેક્નોલોજી ક્ષેત્રે તાજેતરમાં થયેલી પ્રગતિ અંગે મુખ્ય સંબોધન સાથે થઈ હતી. ત્યારબાદ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન દેબાશિષ પાંડા તથા ડેપ્યુટી સીએન્ડએડી (સેન્ટ્રલ રેવન્યુ ઓડિટ) રામ મોહન જોહરી દ્વારા એલિવેટિંગ એશ્યોરન્સ ક્વોલિટીઃ રેગ્યુલેટર્સ એન્ડ પ્રેક્ટિશનર્સ ઇનસાઇટ પર સેશન યોજાયું હતું.

વિખ્યાત વક્તા, દેબાશિષ પાંડા, ચેરમેન, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મહાનુભાવોને સંબોધતા જણાવ્યું હતું કે, “નાણાંકીય અગ્રણીઓ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમજદારીનો માર્ગ પ્રકાશિત કરે છે, સંસ્થાકીય સ્થિરતા જાળવી રાખે છે અને આપણા રાષ્ટ્રના માર્ગને આકાર આપે છે.

રામ મોહન જોહરીએ, ડેપ્યુટી સીએન્ડએજી (સેન્ટ્રલ રેવન્યુ ઓડિટ) ઉમેર્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જવાબદારીના રક્ષક તરીકે ઊભા છે. તેમની ભૂમિકા નિર્ણાયક છે, એકાઉન્ટિંગ ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરે છે, ફુલ ડિસ્ક્લોઝર સ્વીકારે છે અને અનુપાલન ચકાસવા માટે ઓડિટર તરીકે સેવા આપે છે અને આ રીતે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની અખંડિતતાની સુરક્ષા કરે છે.

GloPAC ના બીજા દિવસે નીતિન ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી, એ ‘અમૃત કાલ: ભારતની વૃદ્ધિ વાર્તામાં નવીનતા’ પરના તેમના મુખ્ય વક્તવ્ય દરમિયાન ભારતના વિકાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટીના અધ્યક્ષ કે રાજારામને આઈએફએસસીની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, “આઈએફએસસી એ ભારતની નાણાંકીય સેવાઓ માટેના પ્રવેશદ્વાર તરીકે ઊભું છે, જે ફુલ કન્વર્ટિબિલિટી અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરવેરા પ્રથાને રજૂ કરે છે. ભારત 2047 સુધીમાં બીજા ક્રમનું સૌથી મોટા જીડીપી બનવાનું લક્ષ્યાંક ધરાવે છે, આઈએફએસસી નાણાંકીય કામગીરી સરળ બનાવવા, વૃદ્ધિ અને વિકાસ માટેની તકો પ્રદાન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે”.

સંમેલનની સફળતા અંગે સીએ. અનિકેત સુનિલ તલાટી, પ્રમુખ, ICAIએ જણાવ્યું હતું કે, “GloPAC સમાપ્ત થાય છે ત્યારે અમે વૈશ્વિક એકાઉન્ટિંગ સમુદાયની અવિશ્વસનીય સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરીએ છીએ. સક્રિય સહભાગિતા અને પ્રતિનિધિઓનો ઉત્સાહ અમારા પ્રતિષ્ઠિત વ્યવસાયના ભાવિને આકાર આપવામાં GloPAC જેવા પ્લેટફોર્મની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે. આ ઇવેન્ટ દરમિયાન જોવા મળેલી અમૂલ્ય વહેંચાયેલ આંતરદ્રષ્ટિ અને સહયોગી ભાવના એકાઉન્ટિંગના ગતિશીલ લેન્ડસ્કેપમાં સતત ઉત્ક્રાંતિ અને નવીનતા પાછળનું પ્રેરક બળ છે.” સીએ રણજીત કુમાર અગ્રવાલ, ઉપ પ્રમુખ, ICAIના ક્લોઝિંગ રિમાર્ક તથા ક્લોઝિંગ સેરેમની સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)