Mercedes-Benz એ AMG CLE 53 4MATIC+ Coupé લોન્ચ કરી
અમદાવાદ, 4 સપ્ટેમ્બર: હાઇ-પર્ફોર્મન્સ લક્ઝરી કૂપે અત્યાધુનિક ટેક્નોલોજી, ટ્રેક-બ્રેડ એન્જિનિયરિંગ તેમજ ઇ-ક્લાસના સ્પેસ તથા સ્ટેટસ અને સી-ક્લાસની ચપળતા તથા સ્પોર્ટીનેસનો સમન્વય ધરાવે છે. AMG CLE 53 સાથે અમે આ પ્રદેશમાં લક્ઝરી પર્ફોર્મન્સ સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવામાં આગળ વધીએ છીએ. AMG CLE 53 નું લોન્ચ અને અત્યંત આતુરતાથી જેની પ્રતીક્ષા થઈ રહી છે તે ‘ડ્રીમ ડેઝ’ ફેસ્ટિવ કેમ્પેઇનનો પ્રારંભ એ સમગ્ર ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત સાથે થઈ રહ્યો છે જે ગુજરાતમાં અમારા માનવંતા ગ્રાહકો માટે તહેવારોની ભાવનામાં વધારો કરે છે.

પ્રોડક્ટની મુખ્ય ખાસિયતોઃ
શક્તિશાળી એએમજી પર્ફોર્મન્સઃ CLE 53 એ 3.0 લિટર ઇનલાઇન સિક્સ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 449 hp અને 560 Nmનો ટોર્ક પેદા કરે છે (ઓવરબૂસ્ટ સાથે 560 Nm). તે માત્ર 4.2 સેકન્ડ્સમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
ઇલેક્ટ્રિફાઇડ સપોર્ટઃ ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (આઈએસજી) વધારાનો 23 hp અને 205 Nm પૂરો પાડે છે જે ઇન્સ્ટન્ટ ટોર્ક ડિલિવરી અને સ્મૂધ હાઇબ્રિડ ફંક્શન્સ સુનિશ્ચિત કરે છે.
ડ્રાઇવિંગ ડાયનેમિક્સઃ આ મોડલ AMG Performance 4MATIC+ ઓલ-વ્હીલ ડ્રાઇવ, AMG SPEEDSHIFT TCT 9G ટ્રાન્સમિશન અને પાંચ ડાયનેમિક ડ્રાઇવિંગ મોડ્સ (સ્લીપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ, ઇન્ડિવિડ્યુઅલ) ધરાવે છે જે અદ્ભુત ચપળતા અને અનુકૂલનશીલતા પૂરી પાડે છે.
હેન્ડલિંગઃ સ્ટાન્ડર્ડ રિઅર એક્સેલ સ્ટીઅરિંગ ઓછી ઝડપે ચપળતા અને વધુ ઝડપે સ્થિરતા વધારે છે. AMG RIDE CONTROL suspension થી કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ વચ્ચે પસંદગીયુક્ત ડેમ્પિંગ થઈ શકે છે.
બેનમૂન ઇન્ટિરિયર્સ અને ડિઝાઇનઃ લેટેસ્ટ જનરેશન MBUX ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એએમજી-સ્પેસિફિક ડિસ્પ્લે, 64 કલર્સ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ અને એક્સક્લુઝિવ એએમજી સ્પોર્ટ સીટ્સ સાથે CLE 53 રોજબરોજના આરામ અને કાયમી સુંદરતાનું અનેરું સંતુલન સાધે છે.

કિંમતો અને ઉપલબ્ધતા
Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé ની કિંમત રૂ. 1.35 કરોડ (એક્સ-શોરૂમ, ભારત) રાખવામાં આવી છે અને તે સમગ્ર ગુજરાત અને અમદાવાદની તમામ મર્સિડીઝ-બેન્ઝ ડિલરશીપ ખાતે બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. ડિલિવરી તાત્કાલિક ધોરણે શરૂ થવાની સંભાવના છે.
ડ્રીમ ડેઝ ફેસ્ટિવલઃ
ડ્રીમ ડેઝ સાથે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા મર્સિડીઝ-બેન્ઝ ખરીદવાની ઇચ્છા રાખતા ગ્રાહકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને ગહન બનાવે છે અને તમામ શહેરોના સિદ્ધિઓ હાંસલ કરનારાઓ તથા નવા જમાનાના મહત્વાકાંક્ષી યુવાનોને સક્ષમ બનાવે છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા અનોખા પ્રકારની ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ ડ્રીમ ડેઝ ફેસ્ટિવલ લોન્ચ કરી રહી છે જે ઓક્ટોબર 2025થી શરૂ થશે. અમદાવાદમાં તે પહેલી અને બીજી નવેમ્બર ના રોજ યોજાય તેવી સંભાવના છે. આ બે દિવસના ફેસ્ટિવલમાં સેડાન, SUV, BEV, AMG અને આઈકોનિક જી સહિતની તમામ રેન્જની મર્સિડીઝ-બેન્ઝ કારને રજૂ કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
