HDFC અને HDFC BANKના મર્જરમાં HDFCના 25 શેર્સ સામે HDFC BANKના 42 શેર્સ મળશે
નવી દિલ્હી: HDFC લિમિટેડ અને HDFC BANKના મર્જરને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT)એ મંજૂરી આપી છે. તે અનુસાર HDFCના 25 શેર્સ સામે HDFC બેન્કના 42 શેર્સ ઓફર કરાશે. આ મર્જર ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો સોદો છે. મર્જર પછી, HDFC લિમિટેડના શેરહોલ્ડરો ફાયદો થશે. કારણ કે હવે HDFC લિમિટેડના 25 શેર ધરાવતા શેરહોલ્ડર પાસે મર્જર પછી HDFC BANKના 42 શેર હશે. હાલમાં, HDFC લિમિટેડનો શેર 2577 રૂપિયા છે, જ્યારે HDFC BANKના શેરની બજાર કિંમત રૂ .1578 છે. HDFC BANK એ ગયા વર્ષે 4 એપ્રિલના રોજ આશરે 40 અબજ ડોલરના સોદામાં સૌથી મોટી મોર્ગેજ લોન પ્રોવાઈડર HDFC લિમિટેડને મર્જ કરવાની સંમતિ આપી હતી. બંનેના મર્જર બાદ આ કંપનીની કુલ એસેટ રૂ. 18 લાખ કરોડની થશે. આ મર્જર નાણાકીય વર્ષ 2024ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે.
HDFCના શેરહોલ્ડરોને વધુ ફાયદો થશે
HDFC લિમિટેડના શેરહોલ્ડરોને HDFC BANK અને HDFC લિમિટેડના મર્જર કરતાં વધુ ફાયદો થશે. એકવાર ડીલ પૂર્ણ થાય પછી HDFC BANKમાં જાહેર શેરહોલ્ડરોની માલિકીની 100 ટકા હશે જેમાં, HDFC લિમિટેડના વર્તમાન શેરહોલ્ડરો બેન્કના 41 ટકા માલિક બનશે. HDFC લિમિટેડના શેરહોલ્ડરને દર 25 શેરના બદલે HDFC BANKના 42 શેર મળશે.