MF હોલ્ડિંગ સર્વોચ્ચ સપાટીએ, FII હોલ્ડિંગ 11-વર્ષના નીચા સ્તરે: primeinfobase.com
મુંબઇ, 7 મેઃ
NSE પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) નો હિસ્સો વધીને 31 માર્ચ, 2024 ના રોજ 8.92 ટકાની વધુ સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે 31 ડિસેમ્બર, 2023 ના રોજ 8.81 ટકા હતો. primeinfobase.com ના આંકડાઓ મુજબ, ત્રિમાસિક ગાળા દરમિયાન હોલ્ડિંગ INR 81,539 કરોડની સપાટીએ હતી.
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC), ભારતની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકારે પણ તેનો હિસ્સો (280 કંપનીઓમાં જ્યાં તેનું હોલ્ડિંગ 1 ટકાથી વધુ છે) 31 માર્ચ, 2024ના રોજ 3.64 ટકાથી વધારીને 3.75 ટકા કર્યો હતો. વીમા કંપનીઓ (ઓછામાં ઓછા 70 ટકા હિસ્સો અથવા INR 14.29 લાખ કરોડ) દ્વારા ઇક્વિટીમાં રોકાણમાં LICનો સિહફાળો રહ્યો છે. વીમા કંપનીઓનો એકંદર હિસ્સો 5.37 ટકાથી વધીને 5.40 ટકા થયો હતો. INR 1,08,434 કરોડના ચોખ્ખા પ્રવાહ સાથે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs)# નો હિસ્સો, ત્રિમાસિક ગાળા દરમિયાન 15.96 ટકાથી વધીને 16.05 ટકા થયો છે.
એફઆઇઆઇ અને ડીઆઇઆઇના હિસ્સાનો ગેપ સાવ નજીવો રહ્યો… | ટૂંક સમયમાં એફઆઇઆઇ કરતાં ડીઆઇઆઇનો હિસ્સો વધી જશે |
FIIsનો હિસ્સો 31મી માર્ચ, 2024ના રોજ ઘટીને 17.68 ટકાના 11 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે 31 ડિસેમ્બર, 2023ના રોજ 18.19 ટકા હતો, આ ક્વાર્ટરમાં FII અને DII હોલ્ડિંગ વચ્ચેનું અંતર ઘટીને ઓલ-ટાઇમ નીચા સ્તરે પહોંચી ગયું છે અને DII હોલ્ડિંગ હવે FII હોલ્ડિંગ કરતાં માત્ર 9.23 ટકા ઓછું છે. 31 માર્ચ, 2015ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં હતું, જ્યારે DII હોલ્ડિંગ FII હોલ્ડિંગ કરતાં 49.82 ટકા ઓછું હતું. FIIથી DII માલિકી ગુણોત્તર પણ 31 માર્ચ, 2015 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1.99ની સર્વકાલીન ઊંચી સપાટીથી 31 માર્ચ, 2024ના રોજ ઘટીને 1.10ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો. | PRIME ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાના જણાવ્યા અનુસાર, ભારતીય બજારો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે અને આગામી થોડા ક્વાર્ટરમાં DIIsના હિસ્સાને FII કરતાં આગળ નીકળી જશે. વર્ષોથી, FII ભારતીય બજારમાં સૌથી મોટી બિન પ્રમોટર શેરહોલ્ડર કેટેગરી છે અને તેમના રોકાણના નિર્ણયો બજારની એકંદર દિશા પર ભારે અસર કરે છે. જ્યારે FII બહાર નીકળશે ત્યારે બજારો તૂટશે. હવે એવું નથી. રિટેલ રોકાણકારો સાથે DII હવે મજબૂત કાઉન્ટર બેલેન્સિંગ ભૂમિકા ભજવી રહ્યા છે |
.DII હોલ્ડિંગ એનર્જી સેક્ટરમાં 31 ડિસેમ્બર, 2023ના રોજના તેમના કુલ હોલ્ડિંગના 6.70 ટકાથી 31 માર્ચ, 2024 સુધીમાં તેમના કુલ હોલ્ડિંગના 7.77 ટકા રહ્યા છે. જ્યારે તેઓએ તેમની ફાળવણીમાં સૌથી વધુ ઘટાડો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (9.25 થી 8.41) કર્યો છે. FII એ તેમની ફાળવણીમાં સૌથી વધુ (15.03 થી 16.27) વધારો કર્યો છે જ્યારે તેઓએ તેમની ફાળવણીમાં સૌથી વધુ ઘટાડો ફાઇનાન્શિયલ સર્વિસીસ (30.90 થી 28.39) માટે કર્યો છે.
સરકારી કંપનીઓમાં સરકારનો હિસ્સો | રિટેલ રોકાણકારોનો બજારમાં હિસ્સો નજીવો ઘટ્યો |
સરકારનો હિસ્સો (પ્રમોટર તરીકે) 31 માર્ચ, 2024ના રોજ 10.38 ટકાના 7 વર્ષના ઉચ્ચ સ્તરે અનેક PSUsના મજબૂત પ્રદર્શનને કારણે વધી ગયો હતો. બીજી તરફ, ખાનગી પ્રમોટરોનો હિસ્સો 31 માર્ચ, 2024ના રોજ ઘટીને 41 ટકાના 5 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. માત્ર છેલ્લા 18 મહિનામાં, તે 30 સપ્ટેમ્બરના રોજ 44.61 ટકાથી 361 બેસિસ પોઈન્ટ્સ ઘટી ગયો છે. | છૂટક રોકાણકારોનો હિસ્સો (કંપનીમાં INR 2 લાખ સુધીની શેરહોલ્ડિંગ ધરાવતી વ્યક્તિઓ)નો હિસ્સો 31મી ડિસેમ્બર, 2023ના રોજ 7.58 ટકાથી 31 માર્ચ, 2024ના રોજ નજીવો ઘટીને 7.50 ટકા થયો છે. ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ (HNIs)નો હિસ્સો (HNIs દ્વારા કંપનીમાં INR 2 લાખથી વધુ શેરહોલ્ડિંગ ધરાવતી વ્યક્તિઓ) પણ 31 ડિસેમ્બર, 2023 ના રોજ 2.06 ટકાથી 31 માર્ચ, 2024 ના રોજ સહેજ ઘટીને 2 ટકા થઈ ગયો છે. સંયુક્ત રિટેલ અને HNI શેર ઘટીને 9.50 ટકા થયો. 31 ડિસેમ્બર, 2023ના રોજ 9.64 ટકા હતો. |
December 2023 to March 2024 quarter | |||||
No. of companies where holding increased | Average stock price change during the quarter (%) | No. of companies where holding decreased | Average stock price change during the quarter (%) | ||
FIIs | 874 | 2.84 | 665 | -0.14 | |
DIIs | 609 | 2.47 | 577 | 2.35 | |
MFs | 511 | 2.98 | 412 | 2.61 | |
Insurance Companies | 331 | 2.53 | 322 | 5.37 | |
LIC | 71 | 2.05 | 79 | 15.17 | |
Private Promoters | 157 | 1.12 | 388 | -0.35 | |
GOI (as Promoter) | 0 | N.A. | 5 | 17.88 | |
Retail | 1041 | -2.31 | 860 | 12.57 | |
HNI | 729 | 9.30 | 994 | 1.42 | |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)