MOTILAL OSWAL MF એ થીમેટિક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ રજુ કર્યું
અમદાવાદ, 28 જુલાઇઃ મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ એ તેની નવી ફંડ ઓફર ‘મોતીલાલ ઓસવાલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ‘ રજુ કરવાની જાહેરાત કરી છે, જે સ્પેશિયલ સિચ્યુએશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી યોજના છે.
NFO નો સમયગાળો: 25 જુલાઈ, 2025 થી 8 ઓગસ્ટ, 2025 (યોજના 21 ઓગસ્ટ, 2025 ના રોજ સતત ખરીદી/વેચાણ માટે ફરીથી ખુલશે)
રોકાણનો ઉદ્દેશ્ય:
યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય કોર્પોરેટ પુનર્ગઠન, મર્જર(વિલાયન) અને એક્વિઝિશન(સંપાદન), સરકારી નીતિ અને/અથવા નિયમનકારી ફેરફારો, વિક્ષેપ, આગામી અને નવા વલણો, નવા અને ઉભરતા ક્ષેત્રો, અસ્થાયી અનન્ય પડકારોમાંથી પસાર થતી કંપનીઓ/ક્ષેત્રો અને અન્ય સમાન ઉદાહરણો જેવી વિશેષ પરિસ્થિતિઓ દ્વારા પ્રસ્તુત તકોમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. જોકે, યોજનાના રોકાણનો ઉદ્દેશ્ય હાંસલ થશે તેવી કોઈ ખાતરી નથી.
બેન્ચમાર્ક: નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ
આ ફંડ એમઓએમએફ ના કયુજીએલપી માળખાને અનુસરીને બજારમાં વિશેષ તકોનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે—ગુણવત્તાવાળા(ક્વાલિટી) વ્યવસાયોમાં ઉચ્ચ વૃદ્ધિ(ગ્રોથ) ની સંભાવના, લાંબા ગાળાની(લોનગેવિટી) સ્થિરતા અને વાજબી કિંમતે(પ્રાઇસ) રોકાણ કરવું. તે કેન્દ્રિત, ઉચ્ચ-વિશ્વાસ, સક્રિય પોર્ટફોલિયો પ્રબંધન અભિગમ અપનાવશે. આ ફંડ કંપની-વિશિષ્ટ (ઘટનાઓ/વિકાસ), ક્ષેત્રીય, અથવા કોર્પોરેટ ક્રિયાઓ, નિયમનકારી અથવા નીતિગત ફેરફારો, મર્જર અને એક્વિઝિશન, અથવા અસ્થાયી વિક્ષેપો જેવી મેક્રો ઇકોનોમિક ઘટનાઓથી લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં વિશેષ પરિસ્થિતિઓની થીમને અનુસરીને રોકાણ કરવા માંગે છે અને લાંબા ગાળામાં મૂડી વૃદ્ધિનું લક્ષ્ય ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
