Satin Creditcare Networkનો મલ્ટીબેગર શેર

વિગતઉછાળો
2023(ટોચેથી)55.57 ટકા
3 વર્ષ275.65 ટકા
સર્વોચ્ચ ટોચેથી-53.58 ટકા
52 વીક હાઈ243.45
52 વીક લો110.50
ઓલટાઈમ લો46

અમદાવાદ, 15 સપ્ટેમ્બર-2023: સ્મોલકેપ શેરોમાં તેજીના સથવારે આજે સાટિન ક્રેડિટકેર નેટવર્કનો શેર 14 ટકા ઉછળી 243.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. સાટિન ક્રેડિટવેરએ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 55 ટકાથી વધુ રિટર્ન આપી મલ્ટીબેગર સાબિત થયો છે. જે 30 ડિસેમ્બર-22માં 156.90ના બંધ સામે આજે 1 વાગ્યા સુધીમાં 235.80ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

છેલ્લા 3 વર્ષમાં સાટિન ક્રેડિટકેરનો શેર 275.65 ટકા ઉછળ્યો છે. જે 14 સપ્ટેમ્બર-20માં 64.90 હતો. ઉલ્લેખનીય છે, 2018માં સાટિનનો શેર 525.25ની સર્વોચ્ચ ટોચેથી હજી ઘણો દૂર છે. 2015માં 301ના સ્તરે ખૂલ્યા બાદ 2017 સુધી વધી 455.65 થયો હતો. બાદમાં 2018માં 500ની સપાટી ક્રોસ કર્યા બાદ ઘટી 2020માં 46 થયો હતો. કોવિડ બાદથી મજબૂત પરિણામો અને વિસ્તરણ યોજના સાથે આગળ વધતાં શેરમાં ફરી પાછી તેજી જોવા મળી છે.

માઈક્રો ફાઈનાન્સ બિઝનેસ સાથે સંકળાયેલી સાટિન ક્રેડિટકેર નેટવર્કે ગત મહિને જારી કરેલા ત્રિમાસિક પરિણામોમાં આકર્ષક પ્રદર્શન કર્યું હતું. જેનો જૂન ત્રિમાસિક સ્ટેન્ડઅલોન નફો 43 ટકા વધી 86 કરોડ નોંધાયો હતો. તદુપરાંત ગત મહિને કંપનીએ રિટેલ, માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસનો લોન પોર્ટફોલિયો આગામી બે વર્ષમાં રૂ. 1000 કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક જારી કરવા બિઝનેસ વ્યૂહરચના ઘડી છે. જે હાલ 250 કરોડ આસપાસ છે. માઈક્રો ફાઈનાન્સ સેગમેન્ટમાં લોન માગ અને તકો વધી છે.