NCDEX ખાતે ધાણા-જીરૂ, ગુવાર અને કપાસનાં ભાવ ઘટ્યા: સ્ટીલમાં વધારો
મુંબઇ, તા. ૧૩ એપ્રિલ: વાયદામાં પાકતી મુદત નજીક આવતી હોવાથી આજે કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદરમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા.
NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. કપાસનાં ૨૦૨૪ નાં વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી જીરાનાં વાયદા કારોબાર ૨૬૩ કરોડ Rs.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૩ કરોડ Rs.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૫૦ Rs. ખુલી ૬૨૨૫ Rs., દિવેલનાં ભાવ ૧૨૮૫ Rs. ખુલી ૧૨૮૫ Rs., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૬૦ Rs. ખુલી ૨૭૪૧ Rs., ધાણા ૬૭૦૮ Rs. ખુલી ૬૪૭૦ Rs. ગુવાર સીડનાં ભાવ ૫૬૧૧ Rs. ખુલી ૫૫૮૩ Rs. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૨૬૮ Rs. ખુલી ૧૧૨૬૭ Rs., જીરાનાં ભાવ ૪૧૮૪૦ Rs. ખુલી ૪૧૩૩૫ Rs., કપાસનાં ભાવ ૧૫૮૮.૦૦ Rs. ખુલી ૧૫૮૦.૦ Rs., સ્ટીલના ભાવ ૪૭૨૩૦ ખુલી ૪૭૩૮૦ Rs. અને હળદરનાં ભાવ ૬૭૫૮ Rs. ખુલી ૬૮૧૦ Rs. બંધ રહ્યા હતા.