NCDEX: ઇસબગુલમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૩:નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલી થી મસાલા વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. .
NCDEX ખાતે આજે મસાલાના વાયદા વધ્યા મથાળે જ્યારે ગુવાર કોમ્પ્લેક્ષનામ ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૨૬ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે કપાસિયા ખોળ, ધાણા, જીરૂ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ ગુવાર ગમ,ગુવાર સીડ, ઇસબગુલ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૧૪૦ રૂ. ખુલી ૬૦૩૦ રૂ., દિવેલનાં ભાવ ૧૨૪૪ રૂ. ખુલી ૧૨૪૪ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૪૬ રૂ. ખુલી ૨૭૫૧ રૂ., ધાણા ૬૪૦૦ રૂ. ખુલી ૬૪૫૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૧૯ રૂ. ખુલી ૫૫૦૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૨૯૮ રૂ. ખુલી ૧૦૯૧૮ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૨૨૦ રૂ. ખુલી ૨૪૮૧૫ રૂ., જીરાનાં ભાવ ૪૦૦૦૦ રૂ. ખુલી ૪૦૬૮૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૦.૦૦ રૂ. ખુલી ૧૫૪૭. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૭૫૮૦ ખુલી ૪૭૫૩૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૫૧સ૦ રૂ. ખુલી ૬૭૩૮ રૂ. બંધ રહ્યા હતા.