નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો
ચેન્નઇ, 8 ડિસેમ્બરઃ ડેઇમલર ટ્રેક AG (“ડેઇમલર ટ્રક”)ની સંપૂર્ણ માલિકીના ડેઇમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ એક જ ગ્રાહક પાસેથી 3532CM માઇનિંગ ટિપર્સના 80 યુનિટ્સનો પહેલો ઓર્ડર મેળવવાની સાથે જ વૈશ્વિક સ્તરે સાબિત થયેલા 12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT)થી સજ્જ થયેલા ભારતબેન્ઝ હેવી-ડ્યૂટી ટ્રક (HDT)ને બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. 12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) ભારતબેન્ઝ રેન્જમાં ‘ટોર્કશિફ્ટ’ તરીકે ઓળખાતાં ટ્રકે હજારો મર્સિડિઝ-બેન્ઝમાં વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે. ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે જાણિતું ટ્રાન્સમિશન 4032T, 5532TS, 5532T, 2832CM અને ફ્લેગશિપ મોડલ 3532CM સહિત લેટેસ્ટ ભારતબેન્ઝ મોડલ્સમાં ઉપલબ્ધ બનશે.
પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રીરામ વેંકટેશ્વરને જણાવ્યું હતું કે, 3532CM ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટ્રકની ડિલિવરી શરૂ કરી દેવામાં આવી છે અને વ્હિકલ્સને પહેલેથી જ વિવિધ કામગીરીમાં રોકવામાં આવ્યાં છે. અમે ટ્રેક્ટર ટ્રેઇલર્સમાં (TT)માં પણ AMT ઉપલબ્ધ કરીશું.