વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નબળા રહેવાનો અંદાજ, જાણો આજની ચાલ
અમદાવાદ, તા. 9 માર્ચ
વૈશ્વિક પડકારો વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી જતાં તેમજ ગિફ્ટ નિફ્ટી પણ 500 પોઈન્ટના ઘટાડે ખૂલતાં આજે ભારતીય શેરબજારો મંદ રહેવાનો અંદાજ છે.

ગિફ્ટ નિફ્ટી 745 પોઈન્ટ ઘટાડે 23800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ-ઈરાન યુદ્ધની કથળતી પરિસ્થિતિના પગલે ક્રૂડ સપ્લાય ખોરવાતા ઓઈલનો ભાવ 19.81 ટકા ઉછાળે 111.05 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું હતું. વૈશ્વિક શેરબજારોમાં પણ વેચવાલીનું જોર જોવા મળ્યું હતું.

સેન્સેક્સ તેની શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ એવરેજથી ઘટ્યો છે. જે સાપ્તાહિક ધોરણે 2.91 ટકા સુધી તૂટ્યો છે. આ પરિસ્થિતિ મંદીનું જોર વધારે છે. આજે સેન્સેક્સમાં સપોર્ટ લેવલ 78800નું છે. જો આ લેવલ તોડ્યું તો નીચામાં 77900 થવાની શક્યતા છે.
નિફ્ટીનો સપોર્ટ લેવલ 24237-24344 અને રેઝિસ્ટન્સ લેવલ 24629-24808 છે. બેન્ક નિફ્ટી માટે પણ 57384નો સપોર્ટ લેવલ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો આ લેવલ તોડ્યું તો લાર્જ બેરિશ કેન્ડલ બની શકે છે.

માર્કેટ નિષ્ણાતના મતે, શેરબજાર પર વૈશ્વિક પડકારો, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસરના પગલે રોકાણકારોએ સાવચેતીનું વલણ દાખવવુ પડશે. રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળી શકે છે. ક્રૂડ મોંઘુ થતાં રૂપિયાનું અવમૂલ્યન વધી શકે છે. બેન્ક નિફ્ટી શુક્રવારે 1272.60 પોઈન્ટ (2.15 ટકા) તૂટ્યો હતો. જે ડેઈલી ચાર્ટ પર બેરિશ કેન્ડલ બનાવે છે. ટેક્નિકલી તે તેની 100 દિવસની એસએમએ નીચે ટ્રેડ કરી રહ્યો છે. જેથી તેમાં વધુ 56800 સુધીનું કરેક્શન જોવા મળી શકે છે.
ઇન્ડિયા VIX: 11.33 ટકા ઉછળી 19.88ના સ્તરે પહોંચ્યો છે. જે શેરબજારમાં ભારે ઉથલ-પાથલનો સંકેત આપે છે. બેરિશ વલણને જોર આપે છે. જ્યાં સુધી તે 12-13 ઝોનથી ઉપર રહે ત્યાં સુધી બુલ્સે સાવધ રહેવાની જરૂર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
