નિફ્ટીએ 23000ની સાયકોલોજિકલ સપાટી વટાવી
અમદાવાદ, 7 જૂનઃ એનડીએ સરકારની સ્થાપનાના સમાચારો વધુ મજબૂત બનવા સાથે ભારતીય શેરબજારોમાં સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે તેજીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. આ લખાય છે ત્યારે બપોરે 12.14 કલાક દરમિયાન સેન્સેક્સ 1381 પોઇન્ટના ઉછાળા સાથે 76470 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી385 પોઇનટના ઉછાળા સાથે 23200 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યા હતા.
RBIએ રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લેતાં તેમજ 2024-25નો જીડીપી ગ્રોથ અંદાજ વધારી 7.2 ટકા રહેવાનો આશાવાદ વ્યક્ત કરતાં શેરબજારમાં તેજી જોવા મળી છે. બીએસઈ માર્કેટકેપમાં પણ આકર્ષક સુધારા સાથે રૂ. 418.63 લાખ કરોડ થઈ હતી.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3593 સ્ક્રિપ્સ સાથે 2609 સુધારા તરફી અને 842 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 25માં 0.04 ટકાથી 4.63 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. મારૂતિ, કોટક બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઈ આઈટી ઈન્ડેક્સ પણ 3 ટકા ઉછળવા સાથે ઇન્ડેક્સ બેઝ્ડ વિપ્રો, એમફેસિસ અને કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ 4 ટકા, જ્યારે ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ટીસીએસ 1-2 ટકા વધ્યા હતા. બજાર નિષ્ણાતો અને જાણકારો જણાવે છે કે, નવી સરકારની રચનાના સમાચારો વચ્ચે રોકાણકારો નાણાં સતત ફેરવી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)