નિફ્ટી 24200નો મજબૂત ટેકો જાળવવા સાથે 24400- 24500ની રેન્જ પકડવા પ્રયાસ કરી શકે
અમદાવાદ, 7 જુલાઇઃ વિતેલા સપ્તાહ દરમિયાન મોટાભાગના ઇન્ડાઇસિસે સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. BSE મિડ અને સ્મોલ-કેપ સૂચકાંકો 4 જુલાઈના રોજ વિક્રમી ઊંચાઈને સ્પર્શ્યા હતા, જે અનુક્રમે 3 ટકા અને 4 ટકા વધ્યા હતા. જો કે, લાર્જ-કેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો થયો છે, જે 4 જુલાઈના રોજ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. વિતેલા સપ્તાહાન્તે BSE સેન્સેક્સ 963.87 પોઈન્ટ્સ અથવા 1.21 ટકા વધીને 79,996.60 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઈન્ડેક્સ 313.2 પોઈન્ટ્સ અથવા 1.30 ટકા વધીને 24,323.80 પર બંધ થયો હતો. 5 જુલાઇના રોજ, BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 અનુક્રમે 80,392.64 અને 24,401ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. વિવિધ સેક્ટોરલ્સ પૈકી નિફ્ટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ 4.3 ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 3.6 ટકા, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.7 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.6 ટકા વધ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 6,874.66 કરોડની ઇક્વિટી ખરીદી હતી. દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) નેટ સેલર રહ્યા કારણ કે તેઓએ રૂ. 385.29 કરોડની ઇક્વિટી વેચી હતી.
ટેકનિકલી નિફ્ટી 24400- 24500ની રેન્જ હાંસલ કરે તેવી શક્યતા
નિફ્ટી ટેકનિકલી 24200નો ટેકો મજબૂત બનાવીને જાળવી રાખે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી સપ્તાહ માટે 24000 માર્ક પર મજબૂત ટેકો આવશે. ઉચ્ચ સ્તરે, અમે તુલનાત્મક સમયગાળામાં ઇન્ડેક્સ માટે સ્થિતિસ્થાપકતા પ્રદાન કરવા માટે 24400-24500ની અપેક્ષા સેવાય છે. આગામી દિવસોમાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે. વોલેટિલિટી અને વોલ્યૂમ્સ વધવા સાથે રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી શેર્સમાં મજબૂતાઇ સામે મેટલ્સ, ફાર્મા, ઓટો, ઓટો એન્સિલરી શેર્સમાં સાવચેતીનો સૂર જોવા મળે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)