NIFTY OUTLOK: SUPPORT 18314- 18225, RESISTANCE 18460- 18517
અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે સાધારણ સુધારા સાથે કરવા સાથે એક તબક્કે પીછેહટ નોંધાવી હતી. પરંતુ પાછળથી 74 પોઇન્ટના સુધારા સાથે 18403 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપીને દર્શાવ્યું છે કે, માર્કેટની મોમેન્ટમ સુધારામાંથી ધીરે ધીરે તેજી તરફી બની રહી છે. ઓવરઓવલ માર્કેટબ્રેડ્થ ફ્લેટથી પોઝિટિવ રહી હતી. બુધવારની ચાલ માટે ટેકનિકલી જોઇએ તો મિડિયમ, શોર્ટ અને નિયર ટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ્સ ઉપરના ઇન્ડિકેટર્સ પોઝિટિવ સિગ્નલ્સ આપી રહ્યા છે. જેમાં નિફ્ટી 18210નું લેવલ જાળવી રાખવા સાથે 18600ના માર્ક સુધી આગેકૂચ જાળવી શકે છે. ડે ટ્રેડિંગ માટે સપોર્ટ 18314- 18225 અને રેઝિસ્ટન્સ 18460- 18517 પોઇન્ટ આસપાસ જણાય છે.
NIFTY | 18403 | BANK NIFTY | 42378 | INFOCUS |
S-1 | 18314 | S-1 | 42151 | KEC |
S-2 | 18225 | S-2 | 41930 | DELTACORP |
R-1 | 18460 | R-1 | 42522 | GLENMARK |
R-2 | 18517 | R-2 | 42671 | CUMMINSIND |
BANK NIFTY OUTLOOK: SUPPORT 42151- 41930, RESISTANCE 42522- 42671
બેન્ક નિફ્ટીએ પણ મંગળવારે મજબૂત શરૂઆત અને ઐતિહાસિક ટોચ નોંધાવવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેન્ક નિફ્ટીની ચાલ 42700 ભણી જણાય છે. પરંતુ ઘટાડામાં તે 42000- 41900ની સપાટી જાળવી રાખે તે જરૂરી રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)