અમદાવાદ,10 નવેમ્બર: નોવો નોર્ડિસ્ક ઈન્ડિયા અને એમક્યોર ફાર્માએ ભારતમાં સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન 2.5 mg Poviztra® લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની આજે જાહેરાત કરી હતી. આ સહયોગથી ફાર્મસી દ્વારા અને હાલ નોવો નોર્ડિસ્ક ઈન્ડિયા જ્યાં સેવાઓ પૂરી પાડી શકતી નથી તે પ્રદેશોમાં વજન ઘટાડવા માટે સેમાગ્લુટાઇડના વિતરણ અને માર્કેટિંગની કામગીરીઓ મજબૂત બનશે.

જૂન 2025માં ભારતમાં Wegovyલોન્ચ કરવામાં આવ્યું હતું. તેને ઓછી કેલેરી ધરાવતા ડાયેટના સહાયક તરીકે તથા વધુ વજન અથવા સ્થૂળતા ધરાવતા લોકોમાં હૃદય રોગની ગંભીર પરિસ્થિતિનું જોખમ ઘટાડવા તથા ક્રોનિક વેઇટ મેનેજમેન્ટ માટે વધુ શારીરિક પ્રવૃત્તિઓ અર્થે લખવામાં આવે છે1. ક્લિનિકલ ટ્રાયલ્સમાં, Wegovy® પર 3માંથી 1 સહભાગીએ 20 ટકાથી વધુ વજન ઘટાડ્યું હતું.2 Poviztra® એ Wegovy® ની બીજી બ્રાન્ડ છે.’

આ ભાગીદારી નોવો નોર્ડિસ્ક ઈન્ડિયાના પ્રયાસોનો એક ભાગ છે જેથી ભારતમાં મહત્તમ દર્દીઓ સુધી તેની નવીનતમ સારવાર પહોંચી શકે અને ઉચ્ચ ગુણવત્તાવાળી, સલામત અને અસરકારક વેઇટ મેનેજમેન્ટની દવાઓની પહોંચને વિસ્તારી શકાય. કરારના ભાગ રૂપે, એમક્યોર ફાર્મા ભારતમાં Poviztra®, સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન 2.4 મિલિગ્રામના કોમર્શિયલાઇઝેશન અને માર્કેટિંગ માટે એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુટર રહેશે.

સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન 2.4 મિલિગ્રામ (Wegovy®/Poviztra®) પાસે મજબૂત ક્લિનિકલ ડેટા છે અને STEP અને SELECT પ્રોગ્રામ્સમાં મલ્ટીપલ ઓબેસિટી ટ્રાયલ્સમાં તેનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે.

સેમાગ્લુટાઇડ એક મોલેક્યુલ તરીકે લગભગ એક દાયકાથી બજારમાં છે અને 38 મિલિયન પેશન્ટ યર્સ* નું એક્સપોઝર ધરાવે છે અને વાસ્તવિક વિશ્વના મજબૂત પુરાવા દ્વારા સમર્થિત છે.1-4

*સેમાગ્લુટાઇડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા અને દવા પર જેટલો સમય માટે રહ્યા તેના ગુણાકાર દ્વારા મળેલી સંખ્યા

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)