મુંબઇ, 11 માર્ચઃ NSE ક્લિયરિંગ લિમિટેડ (NSE Clearing) ને ક્રિસિલ તરફથી ‘‘CRISIL AAA/Stable” ના તેના ક્રેડિટ રેટિંગની પુનઃપુષ્ટિ પ્રાપ્ત થઈ છે. ‘‘CRISIL AAA/Stable” રેટિંગ દેવાની જવાબદારીઓનું સન્માન કરવાની બાબતે સર્વોચ્ચ મજબૂતાઈ બતાવે છે. NSE ક્લિયરિંગ એ NSEની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ક્રિસિલના મુજબ આ રેટિંગ NSE ક્લિયરિંગનું વ્યૂહાત્મક મહત્વ તથા તેની પેટા કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) તરફથી મજબૂત સપોર્ટ દર્શાવે છે. આ રેટિંગ NSE ક્લિયરિંગની સાનુકૂળ મૂડી સ્થિતિ અને વ્યાપક રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ પણ સમાવે છે.

ક્રિસિલે જણાવ્યું હતું કે “સિસ્ટમ્સ નિયમિતપણે પ્રી-એમ્પ્ટ માર્કેટ નિષ્ફળતાઓ માટે અપગ્રેડ કરવામાં આવે છે”. ક્રિસિલે NSE ક્લિયરિંગ માટેના આઉટલૂકની “Stable” તરીકે પુનઃપુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, “NSE ક્લિયરિંગ NSE સાથેના તેના જોડાણને કારણે તેની મજબૂત બજાર સ્થિતિ જાળવી રાખશે અને મધ્યમ ગાળામાં ક્લિયરિંગ વોલ્યુમ્સ સાથે તેની વ્યાપક રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને પર્યાપ્ત કોર એસજીએફ જાળવી રાખશે.” સતત કામગીરી સાથે NSE ક્લિયરિંગ સભ્યોની પસંદગી, મજબૂત માર્જિનિંગ સિસ્ટમ અને જોખમ-આધારિત પોઝિશન લિમિટ્સ અને સર્વેલન્સ મિકેનિઝમ માટેના તેના કડક ધોરણો સાથે ક્લિયરિંગ અને સેટલમેન્ટમાં જોખમોને સંબોધવાનું ચાલુ રાખે છે.