અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ એનએસઈએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4,807 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,023 કરોડ અને ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 3,974 કરોડ હતી.

નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી કન્સોલિડેટેડ આવક રૂ. 3445 કરોડ રહી હતી જે કેશ માર્કેટ તથા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વોલ્યુમમાં ઘટાડાના લીધે ત્રિમાસિક ધોરણે 4 ટકા ઘટી હતી. કન્સોલિડેટેડ આધાર પર નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કુલ ખર્ચ ત્રિમાસિક ધોરણે 17 ટકા ઘટી રૂ. 1,084 કરોડ રહ્યો હતો.

કન્સોલિડેટેડ આધાર પર ઓપરેટિંગ એબિટા ત્રિમાસિક ધોરણે 2 ટકા વધી રૂ. 3,398 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 22 ટકા વધી રૂ. 3,834 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 3,137 કરોડ હતો. 4:1 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાની વિચારણા પછી નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શેરદીઠ આવક (નોન-એન્યુઅલાઇઝ્ડ) રૂ. 15.49 હતી જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 12.68 હતી.

પેટાકંપનીઓ / સહયોગી કંપનીઓમાં રોકાણના વેચાણથી થયેલા લાભને બાદ કરતાં અને સેબી સેટલમેન્ટ ફીને લગતા ખર્ચની અસર તેમજ ગત ત્રિમાસિક ગાળામાં નોંધાયેલી કોર એસજીએફ માટેની જોગવાઇના રિવર્સલની અસરના પગલે વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નોર્મલાઇઝ્ડ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 3 ટકા ઘટીને રૂ. 3,770 કરોડ થયો હતો.

31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના માટે કન્સોલિડેટેડ કુલ આવક વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 14,780 કરોડ થઈ હતી અને નાણાંકીય વર્ષ 2025ના નવ મહિના માટે ચોખ્ખો નફો રૂ. 9,538 કરોડ થયો હતો. 4:1 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાની વિચારણા પછી નાણાંકીય વર્ષ 2025ના નવ મહિના માટે શેરદીઠ આવક (નોન-એન્યુઅલાઇઝ્ડ) અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 23.51થઈ ધીને રૂ. 38.54 થઈ હતી.

સ્ટેન્ડઅલોન ધોરણે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એનએસઈની કુલ આવક રૂ. 4,289 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 5,297 કરોડ અને ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 3,452 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા કામગીરીથી આવક રૂ. 3,945 કરોડ હતી જે કેશ માર્કેટ અને ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડાના લીધે ત્રિમાસિક ધોરણે 2 ટકા ઘટી હતી.

નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કેશ માર્કેટ ટ્રેડિંગ સેગમેન્ટે રૂ. 1,04,115 કરોડનું એવરેજ ડેઇલી ટ્રેડેડ વોલ્યુમ (એડીટીવી) નોંધાવ્યું હતું (ત્રિમાસિક ધોરણે 19 ટકા ઓછું). નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇક્વિટી ફ્યુચર સેગમેન્ટ માટે એડીટીવી રૂ. 1,71,825 કરોડ રહ્યું હતું (ત્રિમાસિક ધોરણે 15 ટકા ઓછું) અને ઇક્વિટી ઓપ્શન્સ માટે એડીટીવી (પ્રીમિયમ વેલ્યુ) રૂ. 61,295 કરોડ રહ્યું હતું (ત્રિમાસિક ધોરણે 7 ટકા ઓછું).

સ્ટેન્ડઅલોન ધોરણે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં ક્રમિક ઘટાડાના લીધે ઓપરેટિંગ એબિટા ત્રિમાસિક ધોરણે 8 ટકા વધીને રૂ. 2,807 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 2,291 કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 2,954 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા ચોખ્ખા નફાનું માર્જિન 53 ટકા હતું.

નાણાંકીય વર્ષ 2025ના નવ મહિના માટે સ્ટેન્ડઅલોન કુલ આવક રૂ. 13,964 કરોડ રહી હતી જે પૈકી ઓપરેટિંગ આવક રૂ. 12,038 કરોડ હતી. આ જ સમયગાળા માટે ઓપરેટિંગ એબિટા રૂ. 7,799 કરોડ હતી અને ચોખ્ખો નફો રૂ. 7,205 કરોડ રહ્યો હતો.

નાણાંકીય વર્ષ 2025ના નવ મહિના માટે સરકારી તિજોરીમાં એનએસઈનું યોગદાન રૂ. 45,499 કરોડ રહ્યું હતું જેમાં એસટીટી-સીટીટી રૂ. 37,271 કરોડ, સ્ટેમ્પ ડ્યૂટી રૂ. 2,976 કરોડ, સેબી ફી રૂ. 1,613 કરોડ, ઇન્કમ ટેક્સ રૂ. 2,173 કરોડ અને જીએસટી રૂ. 1,466 કરોડ હતો. રૂ. 37,271 કરોડની એસટીટી-સીટીટીમાંથી 61 ટકા કેશ માર્કેટ સેગમેન્ટમાંથી અને 39 ટકા ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાંથી મળ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)