મુંબઇ, 21 ડિસેમ્બરઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો રોકાણકારોને તેમના લોગિન આઈડી અને પાસવર્ડ શેર કરવાનું જણાવીને તેમના ટ્રેડિંગ અકાઉન્ટ્સ હેન્ડલ કરવાની ઓફર આપી તથા સ્ટોક ટિપ્સ આપીને અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ પર બાંયધરીના વળતર ઓફર કરી રહ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નાણાંકીય જોખમો કે છેતરપિંડી ટાળવા માટે એકાઉન્ટની સંવેદનશીલ માહિતી શેર કરવાથી કે આવા લોકો સાથે જોડાવાથી દૂર રહીને સાવચેતી રાખે.

  1. “9390972897” મોબાઇલ નંબરથી ઓપરેટ કરતો “રાકેશ”.
  2. “9352771428” મોબાઇલ નંબરથી ઓપરેટ કરતા એકમ “Saniya Trading Share Market Mutual Fund” સાથે સંકળાયેલો “રોની યાદવ”.
  3. “8875654539” મોબાઇલ નંબર દ્વારા ઓપરેટ કરતા “Apna Traders” નામના એકમ, જે “t.me/KHERWANTRADINGOFFICIAL” લિંક સાથે “KHERWAN TRADING OFFICIAL” નામની ટેલિગ્રામ ચેનલ ધરાવે છે તેની સાથે જોડાયેલો “ગુલજાર”
  4. “9935502240” મોબાઇલ નંબર દ્વારા કામ કરતો “રાજ પટેલ”
  5. “6389826508” મોબાઇલ નંબર દ્વારા કામ કરતા એકમ Sky Trade/ A.K Capital Service Limited સાથે જોડાયેલા હોવાનો દાવો કરતો “રોહિત”.  

રોકાણકારોને અત્રે નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે કે એક્સચેન્જના રજિસ્ટર્ડ મેમ્બર એ. કે. સ્ટોકમાર્ટ પ્રાઇવેટ લિમિટેડે એનએસઈને માહિતી આપી છે કે ઉપરોક્ત વ્યક્તિઓ તેમની સાથે કોઈ પણ રીતે જોડાયેલા નથી.

રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતરની ઓફર કરતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)