ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ મુદ્દે એનએસઇની રોકાણકારો માટે ચેતવણી
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર લાવવામાં આવ્યું છે કે નીચે મૂજબના વ્યક્તિઓ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર આપી રહી છે તેમજ રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઓફર કરી રહી છે.

“બેર એન્ડ બુલ પ્લેટફોર્મ” નામની કંપની સાથે સંકળાયેલા “આદિત્ય”, જે મોબાઇલ નંબર “8735019673”, વેબસાઇટ “http://bearbulls.co” અને ટેલિગ્રામ લિંક “http://t.me/dabbatrading777” દ્વારા કાર્યરત છે. તેઓ ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડે છે.
“દેવદત્ત મિશ્રા”, “સુનીલ કુમાર” અને “સુશાંત” “મહેતા ગ્રુપ” અને “ટીમ મહેતા” નામની કંપની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે, જે “9685340817”, “9521489043”, “9166309152” અને “6367070189” મોબાઇલ નંબરો દ્વારા કાર્યરત છે અને રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરી રહ્યા છે. તેઓ સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ, શેરબજારમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર પ્રદાન કરી રહ્યા છે અને રોકાણકારોને તેમના લોગઇન આઈડી/પાસવર્ડ શેર કરવાનું કહીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઓફર પણ કરી રહ્યા છે.

“ટ્રેડવિક્સ” નામની એન્ટિટી સાથે સંકળાયેલા “સંદીપ શર્મા” અને “રેખા”, મોબાઇલ નંબર “9509927192” દ્વારા કાર્યરત છે, જે સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ, શેરબજારમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર અને રોકાણકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ હેન્ડલ કરવાની ઓફર કરે છે.
“રકુલપ્રીત” અને “ગૌરવ કુમાર”, જે “ફાયર્સ સિક્યુરિટી” નામની કંપની સાથે સંકળાયેલા છે અને મોબાઇલ નંબર “8465093602” દ્વારા કાર્યરત છે, તેઓ સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ અને શેરબજારમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર પ્રદાન કરે છે.

રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી અહીં જણાવ્યા મુજબની કોઈપણ સ્કીમ/પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ પર “https://www.nseindia.com/invest/find-a-stock-broker” લિંક હેઠળ “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે. અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ના સંદર્ભે એસસીઆરએની કલમો 13,16, 17 અથવા 19નો ભંગ કરે તેવા કોઈપણ એકમ કે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત ઠરવા પર તેને જેલની સજા થઈ શકે છે જેનો સમયગાળો 10 વર્ષ સુધી લંબાવાઈ શકે છે અથવા 25 કરોડનો દંડ અથવા બંને થઈ શકે છે. આ ઉપરાંત, એસસીઆરએની કલમ 25 મુજબ એસસીઆરએની કલમ 23 હેઠળ દંડપાત્ર ગુના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ના અર્થમાં કોગ્નિઝેબલ ગુના છે અને તેની તપાસ સ્ટેટ લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ દ્વારા પણ થઈ શકે છે. આ ઉપરાંત, સિક્યોરિટીઝ લોના ઉલ્લંઘન થવા ઉપરાંત ડબ્બા ટ્રેડિંગને પણ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 61 અને કલમ 316, 218 મુજબ ગુનો ગણવામાં આવે છે.
