ઇશ્યૂ ખૂલશે11 ડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશે13 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ. 265-279
માર્કેટ લોટ53 શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 11 ડિસેમ્બર: વન મોબિક્વિક સિસ્ટમ્સનો આઇપીઓ તા. 11 ડિસેમ્બરે ખૂલ્યો છે. શૅરદીઠ રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શૅર માટે રૂ. 265/—થી રૂ. 279/- પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો આઇપીઓ 11 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 53 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 53 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ

કંપની તેના તાજા ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી રૂ. 150 કરોડની સુધીની રકમનો ઉપયોગ તેના નાણાકીય સેવાના વ્યવસાયમાં ઓર્ગનિક ગ્રોથને ભંડોળ આપવા માટે, રૂ. 135 કરોડ તેના પેમેન્ટ સર્વિસ બિઝનેસમાં ઓર્ગેનિક ગ્રોથ માટે, રૂ. 107 કરોડ ડેટા, ML અને AI અને ઉત્પાદન અને ટેકનોલોજીમાં સંશોધન અને વિકાસ (“R&D”) રોકાણ માટે અને તેના પેમેન્ટ ડિવાઈસ બિઝનેસ માટે મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ.માટે રૂ. 70.28 કરોડનો ઉપયોગ કરશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ, બિપિન પ્રીત સિંઘ અને ઉપાસના ટાકુ દ્વારા સ્થપાયેલી છે. કંપનીની સ્થાપનાનો મૂળ હેતુ પેમેન્ટ સેવાઓ અને નાણાકીય સેવાઓ કરવાનો છે. 30 જૂન, 2024 સુધીમાં, પ્લેટફોર્મે 161.03 મિલિયન રજીસ્ટર્ડ વપરાશકર્તાઓને હસ્તગત કર્યા છે અને 4.26 મિલિયન વેપારીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવહારો કરવા સક્ષમ બનાવ્યા છે. તેના ડિજિટલ ક્રેડિટ, રોકાણો અને વીમા વર્ટિકલ્સમાં સતત નવી ઓફરો ઉમેરીને, MobiKwik વ્યાપક અને નફાકારક ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખીને ગ્રાહકો માટે પ્લેટફોર્મનું મૂલ્ય વધારી રહી છે. કંપનીના  31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે રૂ. 14.08 કરોડના નફામાં આ વ્યૂહરચનાનો મોટો ફાળો હતો.

લીડ મેનેજર્સઃ SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, અને DAM કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે અને લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યૂના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)