કેલેન્ડર 2025માં એપ્રિલ સુધીમાં માત્ર 11 IPOની એન્ટ્રી, 6માં નેગેટિવ રિટર્ન

| પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલા 11 આઇપીઓના લેખા- જોખાં એક નજરે | ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના આઇપીઓમાં 25 ટકા આસપાસનું સૌથી મોટું ગાબડું |
| Quadrant Future Tekના આઇપીઓમાં 78 ટકા આસપાસ રિટર્ન છૂટી રહ્યું છે | માર્ચ-એપ્રિલ દરમિયાન હજુ સુધી એકપણ આઇપીઓએ પ્રવેશવાની હિંમત કરી નથી |
અમદાવાદ, 20 એપ્રિલઃ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત સારી રહી, પરંતુ પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં સેકન્ડરી માર્કેટમાં જોવા મળેલો મંદીનો ઓછાયો પ્રાઇમરી માર્કેટ ઉપર પણ જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધીમાં મેઇનબોર્ડ ખાતે પ્રવેશેલા 11 આઇપીઓ પૈકી 6 આઇપીઓ નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. તો 3 આઇપીઓમાં બે ટકાથી પણ ઓછું રિટર્ન છૂટી રહ્યું છે. ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ કંપનીના આઇપીઓમાં રોકાણકારોની મૂડીમાં 25 ટકા આસપાસનું સૌથી મોટું ગાબડું નોંધાયું છે. તો સામે Quadrant Future Tek ના આઇપીઓમાં રોકાણકારોની મૂડીમાં 78 ટકા આસપાસ જંગી રિટર્ન છૂટી રહ્યું છે. સામાન્ય રીતે સામાન્ય રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ એ શેરબજારમાં ટ્રેડિંગ માટેનું મુખ્ય પ્રવેશ દ્વાર ગણાય છે. પરંતુ સેકન્ડરી માર્કેટની નબળી સ્થિતિના કારણે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે પ્રવેશતી કંપનીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
કેલેન્ડર 2024માં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કૂલ 24 આઇપીઓ નોંધાયા હતા. જેમણે કૂલ રૂ. 18044.53 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. તેની સરખામણીમાં કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન કૂલ 9 આઇપીઓ મારફત રૂ. 15,722.95 એકત્ર કરાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, માર્ચ-એપ્રિલ દરમિયાન હજુ સુધી એકપણ આઇપીઓ એ પ્રવેશવાની હિંમત કરી નથી.
IPO Performance Tracker
| Company | Listed On | Issue Price | Last Price | Profit /Loss |
| Quality Power | Feb 24 | ₹425 | 350 | -17.65% |
| Hexaware Techno. | Feb 19 | ₹708 | 669.1 | -5.49% |
| Ajax Engi. | Feb 17 | ₹629 | 700.2 | 11.32% |
| Dr. Agarwal’s Health | Feb 4 | ₹402 | 402.6 | 0.15% |
| Denta Water | Jan 29 | ₹294 | 301.8 | 2.65% |
| Stallion India Fluoro | Jan 23 | ₹90 | 72.76 | -19.16% |
| Laxmi Dental | Jan 20 | ₹428 | 406.7 | -4.98% |
| Capital Infra Trust | Jan 17 | ₹99 | 88.07 | -11.04% |
| Quadrant Future | Jan 14 | ₹290 | 517.4 | 78.41% |
| Standard Glass | Jan 13 | ₹140 | 141.45 | 1.04% |
| Indo Farm Equip | Jan 7 | ₹215 | 163.05 | -24.16% |
YEARWISE SUMMARY
| YEAR | NO.OF ISSUES | CUM.NO. OF ISSUES | AMOUNT (Rs. crore) | CUM. AMOUNT (Rs. crore) |
| APRIL-24 | 2 | 24 | 4,924.47 | 18,044.53 |
| APRIL-25 | 0 | 9 | 0.00 | 15,722.95 |
Source : primedatabase.com
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
