અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ઓસ્વાલ કેબલ્સ લિમિટેડે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની પ્રતિશેર રૂ. 5ની મૂળ કિંમત સાથે રૂ. 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 22,200,000 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ દ્વારા કુલ રૂ. 500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ઓસ્વાલ કેબલ્સ લિમિટેડ 765 કેવી સુધીના વોલ્ટેજ સ્પેક્ટ્રમ સાથે હાઇ વોલ્ટેજ કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સના સંકલિત ઉત્પાદક છે, જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યૂએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, રેલ્વે અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન સહિત મહત્વપૂર્ણ એનર્જી ઇન્ફ્રાસ્ટરક્ચરમાં ઉપયોગોમાં લેવાય છે. કંપનીએ તાજેતરના વર્ષોમાં મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે તેમજ ટર્નઓવરની દ્રષ્ટિએ ભારતની ટોચની દસ કેબલ અને કન્ડક્ટર કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.

કંપની IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગઃ નવા પ્રોજેક્ટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા, કંપની દ્વારા લેવાયેલા કેટલાંક ઋણના રિપેમેન્ટ-પ્રી-પેમેન્ટ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

ઓસ્વાલ કેબલના વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ કંડક્ટર, એડવાન્સ્ડ કંડક્ટર, એરિયલ બંચ્ડ કેબલ્સ, લો-વોલ્ટેજ એનર્જી કેબલ્સ, રેલ્વે સિગ્નલિંગ કેબલ્સ, સર્વિસ ડ્રોપ કેબલ્સ અને કોન્સેન્ટ્રિક કેબલ્સનો સમાવેશ થાય છે. વિવિધ સ્પેસિફિકેશન અને વ્યાપક વોલ્ટેજ એપ્લિકેશનોને અનુરૂપ વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે કંપની એનર્જી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ડસ્ટ્રી માટે વ્યાક સોલ્યુશન પ્રોવાઇડર બની છે.

છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીનો ઇબીઆઇટીડીએ અને પીએટી અનુક્રમે 49.73 ટકા અને 63.08 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ પામ્યો છે તેમજ કંપનીએ તેના લિસ્ટેડ પિઅર્સની તુલનામાં નાણાકીય વર્ષ 2025માં 27.42 ટકાનું સર્વોચ્ચ આરઓઇ હાંસલ કર્યું છે. આજ પ્રકારે કંપનીએ નાણાકીય વર્ષ 2025માં 30.10 ટકાના આરઓસીઇ હાંસલ કર્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025માં સૌથી વધુ ફિક્સ્ડ એસેટ ટર્નઓવર રેશિયો અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો પણ નોંધાવ્યો છે, જે સાથે તે લિસ્ટેડ પિઅર્સની તુલનામાં સૌથી વધુ કાર્યકારી મૂડી કાર્યક્ષમ કંપની બની ગઇ છે.

કંપનીએ વર્ષ 1992માં બાંગ્લાદેશને પ્રોડક્ટ્સ સપ્લાય કરીને તેની નિકાસ શરૂ કરી હતી. અગાઉના ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ પાંચ ખંડોના 28 દેશોમાં નિકાસ કરી હતી. કંપની ઉત્તર અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયા જેવા પ્રદેશોમાં વેચાણ કામગીરી ધરાવેછે. (સ્ત્રોતઃ એફએન્ડએસ રિપોર્ટ). ઘરેલુ સ્તરે પાછલા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની પ્રોડક્ટ્સ સપ્લાય કરી છે. અગાઉના ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન તેની આકમાં નિકાસનો હિસ્સો 34-54 ટકા વચ્ચે હતો.

પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)