OYOનો રૂ. 7000 કરોડનો IPO લોન્ચ થવામાં વધુ 3 3 માસ પાછો ઠેલાશે
મુંબઇઃ ટ્રાવેલ-ટેક ફર્મ OYOની પેરેન્ટ કંપની ઓરેવેલ સ્ટેઝ લિમિટેડને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ IPO ડ્રાફ્ટ પેપર્સમાં અમુક અપડેટ્સ સાથે રિફાઈલિંગ કરવા સૂચન આપ્યું છે. જેના કારણે IPO લોન્ચ કરવામાં વધુ 3 મહિના જેટલો સમય લાગી શકે છે. ઓયોનો IPO 2023ના પ્રથમ છ માસમાં લોન્ચ થવાનો હતો.
સેબીએ ઓરવેલ સ્ટેસને રિસ્ક ફેક્ટર્સ, તેના કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ, આઉટસ્ટેન્ડિંગ લિટિગેશન, અને કંપનીના વેલ્યૂએશન માટે આધાર સહિતના મુદ્દાઓમાં સુધારા-વધારા કરવા કહ્યું છે. અપડેટેડ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરવામાં વધુ 3 મહિના જેટલો સમય લાગી શકે છે. ઓયોએ સપ્ટેમ્બર 2021માં 8,430 કરોડના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફઆઈલ કર્યું હતું. જેમાં ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 7000 કરોડ અને ઓફર ફોર સેલ મારફત રૂ. 1430 કરોડનું ફંડ એકત્ર કરવા માગતી હતી. સેબીએ કંપનીનો ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ 30 ડિસેમ્બર, 2022ના રોજ પરત કર્યો છે. જેમાં અમુક સુધારા-વધારા કરી ફરીથી ફાઈલ કરવા કહ્યું છે.
કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસના પરિણામોની માહિતી આપતાં ડ્રાફ્ટમાં પરિશિષ્ટ દાખલ કર્યું હતું. જે અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં કંપનીએ રૂ. 63 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગતવર્ષે કંપનીએ રૂ. 280 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. કુલ આવકો 24 ટકા વધી રૂ. 2905 કરોડ થઈ હતી. ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સુધારાના પગલે કેશ કોર્પસ રૂ. 2785 કરોડ નોંધાયુ હતું. ઓયોમાં માઈક્રોસોફ્ટ, સોફ્ટબેન્ક વિઝન ફંડ, લાઈટસ્પિડ વેન્ચર પાર્ટનર્સ, સિક્યોવા કેપિટલ ઈન્ડિયા સહિતના વેન્ચર કેપિટલ રોકાણ ધરાવે છે.