અમદાવાદ, 2 ઓગસ્ટઃ હેલ્થકેર પ્રોવાઇડર પારસ હેલ્થકેર લિમિટેડએ તેના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ પ્રારંભિક જાહેર ભરણામાં રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર દ્વારા પ્રતિશેર રૂ. 1ની મૂળ કિંમત ધરાવતા 14,974,010 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.

પારસ હેલ્થકેર લિમિટેડ ઉત્તર ભારત, બિહાર અને ઝારખંડમાં બેડની ક્ષમતા સંદર્ભે પિઅર્સ વચ્ચે પાંચમાં ક્રમના સૌથી મોટા હેલ્થકેર પ્રોવાઇડર છે તથા 31 માર્ચ, 2024 મૂજબ 2,135 બેડ ધરાવે છે. પારસ હેલ્થકેર લિમિટેડ ભંડોળનો ઉપયોગ (1) કંપની દ્વારા લેવાયેલા ઉધારના કેટલાંક હિસ્સાનું પ્રીમેમેન્ટ અથવા આંશિક હિસ્સાનું રિ-પમેન્ટ, (2) પેટા કંપનીઓ પારસ હેલ્થકેર (રાંચી) પ્રાઇવેટ લિમિટેડ અને પ્લસ મેડિકેર હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ, આ પેટા કંપનીઓના ઉધારણના ડેટ અથવા ઇક્વિટીરૂપે રિપમેન્ટ અથવા પ્રીમેન્ટ, (3) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)