એનએસઈ દ્વારા સ્થાપિત પેવેલિયન સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન આપશે
અમદાવાદ, 19 નવેમ્બરઃ સેબીના નેજા હેઠળ અને અન્ય એમઆઈઆઈ, એનઆઈએસએમ અને એએમએફઆઈ સાથેના સહયોગમાં એનએસઈએ નવી દિલ્હીમાં પ્રગતિ મૈદાન ખાતે 43મા ઈન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઈઆઈટીએફ) ખાતે પેવેલિયન ઊભું કર્યું છે.
સેબીના સંપૂર્ણ સમયના મેમ્બર કમલેશ ચંદ્ર વાર્ષનેએ આ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેબી એનઆરઓના રિજનલ ડિરેક્ટર અમિત પ્રધાન, શશી કૃષ્ણન (ડિરેક્ટર, એનઆઈએસએમ), અંકિત શર્મા (સીઆરઓ, એનએસઈ) અને અન્ય તમામ એમઆઈઆઈ અને એએમએફઆઈના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ ચંદ્ર વાર્ષને (ડબ્લ્યુટીએમ, સેબી) અને શશી કૃષ્ણન (ડિરેક્ટર, એનઆઈએસએમ)એ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોના હિતોને સાચવવા અંગે ઉપસ્થિત લોકોને તેમના મૂલ્યવાન પરિપ્રેક્ષ્યો રજૂ કર્યા હતા. તેમણે સિક્યોરિટીઝ માર્કેટ અંગે તેમને શિક્ષિત તથા પ્રોત્સાહિત કરીને તેમેન માહિતગાર તથા સશક્ત રોકાણકારો બનાવ્યા હતા. અંકિત શર્મા (સીઆરઓ, એનએસઈ) એ આભારવિધિ કરી હતી અને ટ્રેડ ફેરમાં અમારી સહભાગિતાના મહત્વને રજૂ કર્યું હતું અને આ રીતે રોકાણકારોની નાણાંકીય સુખાકારીની અમારી પ્રતિબદ્ધતા પર ધ્યાન આપ્યું હતું.
કેપિટલ માર્કેટ પેવેલિયન વિવિધ રેન્જની ઇન્ટરેક્ટિવ અને માહિતીસભર પ્રવૃત્તિઓ ઓફર કરે છે જે માહિતગાર રોકાણ નિર્ણયો લેવા માટે રોકાણકારોને સશક્ત કરવા પર ધ્યાન આપે છે. તે રોકાણકાર જાગૃતિ વર્કશોપ કે સેમિનાર, માર્કેટ અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, ફરિયાદ નિવારણ હેલ્પડેસ્ક વગેરે અંગે માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે સ્ક્રીન જેવી પ્રવૃત્તિઓ પણ ઓફર કરે છે. તેમાં સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોના નાણાંકીય જ્ઞાનને ચકાસના માટે રોમાંચક પ્રશ્નોત્તરી અને ગેમ્સનો પણ સમાવેશ થાય છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ નાણાંકીય સાક્ષરતા વધારવા, સિક્યોરિટીઝ માર્કેટમાં જાગૃતતા ફેલાવવા અને લોકોમાં માહિતગાર રોકાણોની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટોલના મુલાકાતીઓને નાણાંકીય અને સિક્યોરિટીઝ માર્કેટના ક્ષેત્રમાં અસરકારક રીતે આગળ વધવા માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ અને ટૂલ્સ પૂરા પાડવામાં આવ્યા હતા અને સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમને જોડવામાં આવ્યા હતા. ફેર ખાતે પેવેલિયન 14થી 27 નવેમ્બર, 2024 સુધી ખુલ્લું રહેશે.