ઉત્તર પ્રદેશમાં પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો, ગ્રીન હાઇડ્રોજન અને સોલાર એનર્જી જનરેશનના ક્ષેત્રોમાં પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે

લખનૌ, 20 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશમાં ટોરેન્ટ પાવર દ્વારા રૂ. 25,000 કરોડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે સોમવારે લખનૌ ખાતે આયોજિત દેશના સૌથી મોટા ગ્રાઉન્ડ-બ્રેકિંગ સમારોહ (શિલાન્યાસ (GBC)) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયો હતો.  ટોરેન્ટ ગ્રુપના 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો.

યુપીમાં ટોરેન્ટ પાવર દ્વારા વિકસાવવામાં આવનારા પ્રોજેક્ટ્સ

સોનભદ્ર જિલ્લામાં 4150 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 2 પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ, લલિતપુર જિલ્લામાં 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ (યુપીનો બુંદેલખકાંડ પ્રદેશ) અને ગોરખપુરમાં એક પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા, જ્યાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે અને ટોરેન્ટ ગેસ દ્વારા બનાવવામાં આવી રહેલા ગેસ વિતરણ નેટવર્ક સાથે મિશ્રણ કરવામાં આવશે. આ દેશનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન અને કુદરતી ગેસ સંમિશ્રણ પ્રોજેક્ટ હશે. ચાર પ્રોજેક્ટ રાજ્યમાં લગભગ 8,000 લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરે તેવી અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપે ફેબ્રુઆરી 2023માં યોજાયેલી UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 (UPGIS 2023) દરમિયાન આ પ્રોજેક્ટ્સ માટે ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)