અમદાવાદ, 21 માર્ચઃ બીએસઇ સેન્સેક્સ સોમવારના 57629 પોઇન્ટના ક્લોઝિંગ સામે 334 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 503 પોઇન્ટ અને નીચામાં 101 પોઇન્ટના સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 446 પોઇન્ટના સુધારા સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરીને બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, આગલાં બંધની સરખામણીએ સેન્સેક્સમાં હાયર હાઇ હાય લોની સ્થિતિ ટેકનિકલી જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટોન ધીરે ધીરે સુધારા તરફ ડાઇવર્ટ થઇ રહ્યો છે. પરંતુ ટેકનિકલ એનાલિસ્ટ્સ સાથે સાથે એવી ચેતવણી પણ ઉચ્ચારી રહ્યા છે કે, માર્કેટમાં સુધારાની ચાલની આગેકૂચ માટે સળંગ ત્રણ દિવસ સેન્સેક્સ પોઝિટિવ બંધ રહેવો જરૂરી છે. સાથે સાથે 58775 પોઇન્ટની સપાટી ક્રોસ થવી જરૂરી રહેશે.

સુધારાનો આશાવાદ જગાવતાં મુખ્ય 3 સંકેતો

  • સેન્સેક્સમાં હાયર હાઇ હાયર લોની સ્થિતિ
  • માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ 54 ટકા શેર્સમાં સુધારો
  • 16માંથી 12 સેક્ટોરલ્સમાં ધીમા સુધારાની શરૂઆત

સેન્સેક્સમાં દિવસ દરમિયાન 504 પોઇન્ટની વોલેટિલિટી

વિગતસેન્સેક્સ+/-
Previous Close :57,628.95
Open :57,963.27+334
High :58,133.33+503
Low :57,730.09+101
CLOSE:58075+446

BSE સેન્સેક્સ 58,133.33 અને 57,730.09 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 445.73 પોઈન્ટ્સ વધીને 58,074.68 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 17,127.70 અને 17,016.00 પોઈન્ટ્સની વોલેટિલિટી વચ્ચે રમ્યા બાદ 119.10 પોઈન્ટ્સની તેજી સાથે 17107.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ, બેન્ક, ફાઈનાન્શિયલ, પાવર, ટેલીકોમ, ઓઈલ-ગેસ અને એનર્જી સેક્ટરના શેર્સમાં લેવાલી જોવા મળી હતી જોકે આઈટી, ટેકનો હેલ્થકેર અને રિયલ્ટી સેક્ટર્સના શેરોમાં વેચવાલીનું દબાણ જારી રહ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.64 ટકા અને 0.47 ટકા વધીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ 54 ટકા શેર્સમાં સુધારો

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ364819781550
સેન્સેક્સ301812

16માંથી 12 સેક્ટોરલ્સમાં ધીમા સુધારાની શરૂઆત

બીએસઇના મેઇન 16 સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૈકી 12 સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વમેન્ટ વધી રહ્યું છે. અને નીચા મથાળે વેલ્યૂ બાઇંગ શરૂ થઇ ચૂક્યું છે. તે ઉપરાંત સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ અડધા ટકાથી વધુ સુધારો નોંધાયો છે.

સુધર્યાઘટ્યા
એનર્જીઆઇટી
ફાઇનાન્સએફએમસીજી
બેન્કેક્સરિયાલ્ટી
કેપિટલ ગુડ્સટેકનોલોજી