ભરૂચમાં કેમિકલ/પેટ્રોકેમ. પ્રિ-સમિટ સેમિનાર યોજાયો
દેશના ડાઇઝ અને ઇન્ટરમી ડીયેટ ના ઉત્પાદન માં ગુજરાત ૭૫ ટકા જેટલું યોગદાન આપે છે
ભરૂચ, 24 ડિસેમ્બરઃ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ પાર કરી રહ્યો છે.
રોકાણોના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટ અન્વયે બે દાયકાની સફળતા પાર કરીને ૨૦૨૪માં ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે આ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે.
કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રિ-વાઇબ્રન્ટર સમિટનું આયોજન કર્યું છે. તેનાથી કેમીકલ ઉદ્યોગને પ્રોત્સાહન અને પૂરકબળ મળશે. કેમિકલ્સ એન્ડ્ પેટ્રોકેમિકલ્સ સેક્ટર સસ્ટેઇનેબલ ઇન્ડ્સ્ટ્રિયલ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાનું એક આગવું પરિબળ છે તેમ પણ જણાવ્યું હતું. કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર ગુજરાત ભારતના ડાઈઝ અને ઈન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ ૭૫ ટકા યોગદાન આપે છે
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ની પ્રેઝન્સથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેટ થયો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ૩૩% હિસ્સો છે. જેમાંથી માત્ર રસાયણો અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ ૬૦% છે. જેમાં ડેરિવેટિવ્ઝ, પ્લાસ્ટિક અને પોલિમર મેન્યુફેક્ચરિંગ, ડાયઝ અને પિગમેન્ટ્સના ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ની આ સમગ્ર વેલ્યુ ચેઇનથી ગુજરાત પેટ્રોકેમિકલ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે. તે દિશામાં ભરૂચ ખાતે ૬૭ હજાર કરોડથી વધુ રકમના MoU કરવા સાથે જ તેમણે ઔધાગિક એકમોને રોકાણ બદલ અભિનંદન આપ્યા હતા. ડીપ-સી પાઇપલાઇન દ્વારા પ્રદુષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે.
આ પ્રસંગે કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતુ કે, કેમીકલ અને પેટ્રોકેમીકલ ક્ષેત્ર એ દેશના ૫ ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં માતબર ફાળો આપશે . ઔધોગિક હબ તરીકે નામના પામેલી ભરૂચ નગરીમાં રૂ ૬૭ હજાર કરોડનું રોકાણને વધારીને રૂ.૫ લાખ કરોડ સુધીના એમઓયુ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટથી આપણી GDPમાં ૮ ટકા જેટલો અગ્રણી ફાળો આપી રહ્યુ્ છે.
સમિટમાં દીપ ગ્રુપના એમ ડી દીપક મહેતા તથા યુપીએલ ના એમડી જય શ્રોફે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પોતાના ઉદ્યોગ જગતના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ પ્રંસગે ઓૈધાગિક એકમોના પ્રમુખશ્રીઓ તથા અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.