અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની અપસ્કેલ, અપર મીડસ્કેલ અને મીડસ્કેલ સેગમેન્ટ્સમાં ચેઇનની માલિકીની ઇન્વેન્ટરીની બાબતે ભારતમાં છઠ્ઠી સૌથી મોટી હોટેલ ચેઇન છે.

આ ઓફરમાં પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 2,600 મિલિયન (રૂ. 260 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 3,92,39,446 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ (1) હાલની હોટલોના નવીનીકરણ માટેના મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા (2) ચોક્કસ ઋણની આંશિક રીતે સંપૂર્ણ ચુકવણી અને પૂર્વચુકવણી માટે અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.

આ કંપની એક સ્વદેશી ભારતીય હોસ્પિટાલિટી બ્રાન્ડ છે જે “પ્રાઇડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ” બ્રાન્ડ હેઠળ હોટલ અને રિસોર્ટ્સની ડાયવર્સિફાઇડ ચેઇનની માલિકી ધરાવે છે, ડેવલપ કરે છે, તેનું સંચાલન કરે છે અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં 38 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) જેવા સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કરવાની યોજના છે.

કંપની BRLM સાથે સલાહમસલત કરીને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા મહત્તમ રૂ. 520 મિલિયન (રૂ. 52 કરોડ) નો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવે તો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાંથી મેળવાયેલી રકમ ફ્રેશ ઇશ્યૂમાંથી ઘટાડવામાં આવશે, જે ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) નું પાલન કરે છે તેને આધીન રહેશે. પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ, જો હાથ ધરવામાં આવે તો, ફ્રેશ ઇશ્યૂના 20 ટકાથી વધુ ન હોવી જોઈએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)