પ્રાઈમરી માર્કેટ મોનિટરઃ આ સપ્તાહે 6 IPOની એન્ટ્રી અને 5 લિસ્ટિંગ
અમદાવાદ, 16 જૂનઃ જિયોપોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓ યોજવા માટે કંપનીઓનો થનગનાટ જળવાઇ રહ્યો છે. 16 જૂનથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પ્રવૃત્તિ મજબૂત રહેશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 1 સહિત કુલ 6 IPO આવશે, સાથે સાથે 5 આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે.
એરિસિનફ્રા સોલ્યુશન્સનો આઇપીઓ તા. 20 જૂને ખૂલશે
મેઇનબોર્ડ સેગમેન્ટમાં એકમાત્ર IPO હશે, જે 20 જૂને ખુલશે, જેની પ્રાઇસબેન્ડ રૂ. 210-222 છે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 499.6 કરોડ એકત્ર કરી રહી છે જેમાં ફક્ત તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેમાં કોઈ ઓફર-ફોર-સેલ ઘટક નથી.
એસએમઇ આઇપીઓ એટ એ ગ્લાન્સ
પાટિલ ઓટોમેશનઃ પબ્લિક ઇશ્યૂ ૧૬ જૂને સૌપ્રથમ ખુલશે અને ૧૮ જૂને બંધ થશે. રૂ. 114-120ની પ્રાઇસબેન્ડ સાથએ મેઇડન પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. ૬૯.૬૧ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
સમય પ્રોજેક્ટ સર્વિસિસઃ 16 જૂને સૌપ્રથમ ખુલશે અને 18 જૂને બંધ થશે. રૂ. 14.69 કરોડ એકત્ર કરશે અને તેના માટે પ્રાઇસ બેન્ડ રૂ. 32-34 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
ઇન્ફ્લુક્સ હેલ્થટેકઃ રૂ. 58.6કરોડનો IPO 18 જૂને રૂ. 91.96ની પ્રાઇસબેન્ડ સાથે ખુલશે અને 20 જૂને બંધ થનારી આ ઓફરમાં રૂ. 48 કરોડના નવા શેર ઇશ્યૂ અને રૂ. 10.56 કરોડના શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે.
માયાશીલ વેન્ચર્સઃ 20 જૂને ખુલશે. 58.05 લાખ શેરના પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 27.28 કરોડ એકત્ર કરી રહ્યા છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 44-47 પ્રતિ શેર છે.
ઓસ્વાલ પમ્પ્સનો રૂ. 1,387.3 કરોડનો IPO 17 જૂન સુધી ખુલ્લો રહેશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 584-614 પ્રતિ શેર છે. બિડિંગના પહેલા દિવસે, ઓફર 42 ટકા સબસ્ક્રાઇબ થઈ હતી. તેના શેરનું ટ્રેડિંગ આગામી સપ્તાહથી શેરબજારમાં પણ શરૂ થશે, જે 20 જૂનથી અમલમાં આવશે.
SME સેગમેન્ટમાં, મોનોલિથિસ્ક ઇન્ડિયા 16 જૂને તેનો રૂ. 82 કરોડનો IPO બંધ કરશે, જ્યારે Aten Papers & Foam ના રૂ. 31.7 કરોડના પબ્લિક ઇશ્યૂ માટે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ 17 જૂને નિર્ધારિત છે.
નવા લિસ્ટિંગ આઇપીઓ ઉપર એક નજર
Sacheerome 16 જૂનથી NSE Emerge પર ડેબ્યૂ કરશે, ત્યારબાદ Jainik Power and Cables 17 જૂને અને Monolithisch India 19 જૂને આવશે, જ્યારે Aten Papers & Foam ના શેરનું ટ્રેડિંગ 20 જૂનથી BSE SME પર શરૂ થશે.
સેબી સમક્ષ ફાઇલ થયેલા ડીઆરએચપી
| Company Name | DRHP Filing Date |
| Allchem Lifesciences | 13 Jun 2025 |
| Tea Post | 12 Jun 2025 |
| Bharat Coking Coal | 05 Jun 2025 |
| Neilsoft | 04 Jun 2025 |
| Central Mine | 03 Jun 2025 |
| Fusion CX | 30 May 2025 |
| Kanodia Cement | 29 May 2025 |
| KSH International | 28 May 2025 |
| Caliber Mining | 27 May 2025 |
| CIEL HR Services | 26 May 2025 |
| Ravi Infrabuild | 19 May 2025 |
| NSDL | 19 May 2025 |
| Mouri Tech | 16 May 2025 |
| Raghuvir Exim | 15 May 2025 |
| Agilus Diagnostics | 15 May 2025 |
| Corona remedies | 08 May 2025 |
| Jinkushal industries | 08 May 2025 |
| BMW Ventures | 08 May 2025 |
| Priority Jewels | 06 May 2025 |
| Canara Robeco AMC | 02 May 2025 |
કેલેન્ડર 2025માં લિસ્ટેડ આઇપીઓના લેખા- જોખાં
ઇશ્યૂ પ્રાઇસથી ઉપર રમતાં આઇપીઓ એક નજરે
| Company Name | Issue Price | Current Price | Profit/Loss |
| ExpandQuadrant Future Tek | ₹290 | 485.75 | 67.5% |
| ExpandScoda Tubes | ₹140 | 180 | 28.57% |
| ExpandStandard Glass | ₹140 | 171.15 | 22.25% |
| ExpandQuality Power | ₹425 | 502.4 | 18.21% |
| ExpandHexaware Techno | ₹708 | 831.15 | 17.39% |
| ExpandBelrise Industries | ₹90 | 101.92 | 13.24% |
| ExpandProstarm Info | ₹105 | 114.6 | 9.14% |
| ExpandBorana Weaves | ₹216 | 232.8 | 7.78% |
| ExpandDenta Water | ₹294 | 296.2 | 0.75% |
| ExpandLaxmi Dental | ₹428 | 428.2 | 0.05% |
| ExpandAegis Vopak | ₹235 | 235.4 | 0.17% |
ઇશ્યૂ પ્રાઇસથી નીચે રમતાં આઇપીઓ એક નજરે
| ExpandCapital Infra Trust | ₹99 | 78.29 | -20.92% |
| ExpandIndo Farm Equipment | ₹215 | 171.3 | -20.33% |
| ExpandStallion India | ₹90 | 80 | -11.11% |
| ExpandSchloss Bangalore | ₹435 | 402.2 | -7.54% |
| ExpandDr. Agarwal’s Health | ₹402 | 375.05 | -6.7% |
| ExpandAjax Engineering | ₹629 | 608.65 | -3.24% |
| ExpandAther Energy | ₹321 | 313.6 | -2.31% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
