PRIMARY MARKET REVIEW: આ સપ્તાહે રૂ. 15,800 કરોડના 12 IPOની એન્ટ્રી; લિસ્ટિંગ માટે 8 IPO સજ્જ
HDFC બેંકનો HDB ફાઇનાન્શિયલ સર્વિસીસનો IPO રૂ. 12,500 કરોડના કદ સાથે ચાલુ વર્ષનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ 25 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 જૂને બંધ થશે
મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ
Company | Opening Date | Closing Date | Issue Price (Rs.) | Issue Amount (Rs.cr.) | Listing at | Lead Manager |
Indogulf Cropsciences | Jun 26 | Jun 30 | BSE, NSE | Systematix Corporate | ||
HDB Financial Services | Jun 25 | Jun 27 | 700 to 740 | 12,500 | BSE, NSE | Bnp Paribas |
Sambhv Steel Tubes | Wed, Jun 25 | Jun 27 | 77 to 82 | 540 | BSE, NSE | Nuvama Wealth |
Kalpataru | Jun 24 | Jun 26 | 387 to 414 | 1,590 | BSE, NSE | ICICI Securities |
Ellenbarrie Industrial Gases | Jun 24 | Jun 26 | 380 to 400 | 852.53 | BSE, NSE | Motilal Oswal |
Globe Civil Projects | Jun 24 | Jun 26 | 67 to 71 | 119 | BSE, NSE |
અમદાવાદ, 23 જૂનઃ લાંબા સમય પછી પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની એન્ટ્રીનો ધમધમાટ જોવા મળશે. આ સપ્તાહે 23 જૂનથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 12 કંપનીઓ રૂ. 15,800 કરોડના તેમના IPO સાથે પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી લઇ રહી છે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 5 કંપનીઓનો સમાવેશ થાય છે.
મિડલ- ઇસ્ટ ક્રાઇસિસ અને ટેરિફ-આધારિત અસ્થિરતાને કારણે નજીકના ગાળાની ચિંતાઓ છતાં, ઇક્વિટી બજારનું પોઝિટિવ સેન્ટિમેન્ટ પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ માટેનું મુખ્ય કારણ મનાય છે.
જેમ જેમ ભંડોળ એકત્ર કરવાની પાઈપલાઈન મજબૂત થઈ રહી છે, તેમ તેમ અપેક્ષા છે કે પ્રાઈમરી માર્કેટમાં નાણાકીય વર્ષ 2026ના પહેલા છ મહિનામાં અપેક્ષા કરતાં વધુ સારી કંપનીઓ સારા ઇશ્યૂઓ સાથે સારાં ભંડોળ એકત્ર કરવા આગળ આવે તેવો આશાવાદ છે. 24 જૂને એક જ દિવસમાં 3 IPO ખુલવાના છે.
રિયલ એસ્ટેટ ડેવલપર કલ્પતરુ IPO દ્વારા રૂ. 1,590 કરોડ એકત્ર કરશે, જેની કિંમત શેર દીઠ રૂ. 387-414 છે
ઇન્ડસ્ટ્રીયલ ગેસ પ્રોવાઇડર એલેનબેરીઃ રૂ. 380-400ની પ્રાઇસ બેન્ડ સાથે મેઇડન પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 852.53 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, EPC કંપનીઃ રૂ. 67-71ની પ્રાઇસબેન્ડના અપરએન્ડ અનુસાર આઇપીઓ મારફત રૂ. 119 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. ઉપરોક્ત ત્રણેય જાહેર ઇશ્યૂ 26 જૂને બંધ થશે.
HDFC બેંકની HDB ફાઇનાન્શિયલ સર્વિસિસઃ ચાલુ વર્ષનો રૂ. 12,500 કરોડનો સૌથી મોટો IPO છે. જે 25 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 જૂને બંધ થશે. રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 700-740 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
સંભવ સ્ટીલ ટ્યુબ્સઃ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડેડ સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રક્ચરલ ટ્યુબ્સ ઉત્પાદકનો IPO પણ 25 જૂને ખુલવાનો છે, જેની કિંમત પ્રતિ શેર 77-82 રૂપિયા છે.

SME સેગમેન્ટમાં કુલ 7 IPO લોન્ચ થઇ રહ્યા છે
એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Opening Date | Closing Date | Issue Price (Rs.) | Issue Amount (Rs.cr.) | Listing at | Lead Manager |
Neetu Yoshi | Jun 27 | Jul 01 | BSE SME | Horizon Management | ||
Valencia India | Jun 26 | Jun 30 | 95to 110.00 | 46.49 | BSE SME | Interactive Financial |
PRO FX Tech | Jun 26 | Jun 30 | 82to 87.00 | 38.21 | NSE SME | Hem Securities |
Moving Media | Jun 26 | Jun 30 | NSE SME | Gretex Corporate Services | ||
Ace Alpha Tech | Jun 26 | Jun 30 | 101to 107.00 | 47.15 | BSE SME | Narnolia Financial |
Supertech EV | Jun 25 | Jun 27 | 87to 92.00 | 28.39 | BSE SME | Corporate Makers Capital |
Suntech Infra Solutions | Jun 25 | Jun 27 | 81to 86.00 | 42.16 | NSE SME | GYR Capital Advisors |
Shri Hare-Krishna Sponge Iron | Jun 24 | Jun 26 | 56to 59.00 | 28.39 | NSE SME | Hem Securities |
Abram Food | Jun 24 | Jun 26 | 98 | 13.29 | BSE SME | Corporate Makers Capital |
Icon Facilitators | Jun 24 | Jun 26 | 85to 91.00 | 18.15 | BSE SME | Khambatta Securities |
AJC Jewel Manu. | Jun 23 | Jun 26 | 90to 95.00 | 14.59 | BSE SME | Smart Horizon Capital Advisors |
Safe Enterprises | Jun 20 | Jun 24 | 131to 138.00 | 161.13 | NSE SME | Hem Securities |
Mayasheel | Jun 20 | Jun 24 | 47 | 25.92 | NSE SME | Narnolia Financial |
Aakaar Medical | Jun 20 | Jun 24 | 68to 72.00 | 25.64 | NSE SME | Indorient Financial |
AJC જ્વેલ મેન્યુફેક્ચરર્સ 14.59 કરોડ રૂપિયાના પ્રથમ જાહેર ઇશ્યૂ હશે, જે 23-26 જૂન દરમિયાન ખુલશે, જેની કિંમત પ્રતિ શેર 90-95 રૂપિયા છે.
24 જૂને, ત્રણ ઇશ્યૂ શ્રી હરે-કૃષ્ણ સ્પોન્જ આયર્ન, આઇકોન ફેસિલિટેટર્સ અને અબ્રામ ફૂડ 26 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે. સનટેક ઇન્ફ્રા સોલ્યુશન્સનો 42.16 કરોડ રૂપિયાનો છે, જે 25 જૂને ત્રણ દિવસ માટે દલાલ સ્ટ્રીટ પર આવશે, ત્યારબાદ Ace Alpha Techનો 47.15 કરોડ રૂપિયાનો IPO અને PRO FX Tech નો 38.21 કરોડ રૂપિયાનો પ્રથમ જાહેર ઇશ્યૂ 26 જૂને આવશે. SME સેગમેન્ટમાં નવા લોન્ચ ઉપરાંત, ત્રણ IPO – સેફ એન્ટરપ્રાઇઝ રિટેલ ફિક્સર્સ, માયાશીલ વેન્ચર્સ અને આકાર મેડિકલ ટેક્નોલોજીસ – 24 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે. આ ઑફર્સ 20 જૂને ખુલી હતી.

કુલ 8 આઇપીઓ આ સપ્તાહે થશે લિસ્ટેડ
IPO પછી શેરબજારમાં પ્રવેશવા માટેની લાઇનઅપ પણ મોટી હશે, કારણ કે કુલ 8 કંપનીઓ આ સપ્તાહે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં એરિસઇન્ફ્રા સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, જે ગયા સપ્તાહમાં 2.65 ગણું સબ્સ્ક્રિપ્શન રેકોર્ડ કર્યા પછી 23 જૂને લિસ્ટ થશે. જ્યારે 7 SME કંપનીઓ 23 જૂને લિસ્ટેડ થવા જઇ રહી છે તેમાં સમય પ્રોજેક્ટ સર્વિસીસ અને પાટિલ ઓટોમેશન સાથે NSE ઇમર્જ પર ડેબ્યૂ કરશે, ત્યારબાદ 24 જૂને એપ્પેલટોન એન્જિનિયર્સ અને 25 જૂને ઇન્ફ્લક્સ હેલ્થટેક આવશે. માયાશીલ વેન્ચર્સ, સેફ એન્ટરપ્રાઇઝ રિટેલ ફિક્સ્ચર્સ અને આકાર મેડિકલ ટેક્નોલોજીસના શેરમાં ટ્રેડિંગ 27 જૂને શરૂ થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)