અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ઇન્ડિયન પ્રાઇમરી માર્કેટમાં સપ્ટેમ્બરમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. લગભગ ત્રણ દાયકામાં સપ્ટેમ્બર માસની વાત કરીએ તો પ્રાઈમરી માર્કેટમાં પ્રવશેતાં IPO માટે સૌથી વ્યસ્ત મહિનો હતો. મેઇનબોર્ડ ખાતે  25 કંપનીઓએ IPO યોજ્યા હતા, જે જાન્યુઆરી 1997 પછી સૌથી વધુ છે, જ્યારે સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 28 લિસ્ટિંગ નોંધાઇ ચૂક્યા છે. આ 25 IPOએ સપ્ટેમ્બર દરમિયાન રૂ. 13300 કરોડથી વધુ એકત્ર કર્યા હતા.

53 SME IPO મારફત રૂ. 2309 કરોડ એકત્ર કરાયા

CALENDAR YEARWISE SUMMARY

YEAR*NO. OF ISSUESISSUE AMOUNT
(Rs. crore)
201214102.65
201335335.17
201440266.84
201543260.21
201667537.19
20171331,679.49
20181412,286.93
201951623.79
202027159.10
202159746.14
20221091,874.84
20231824,686.11
20242408,761.03
2025
(till AUGUST,2025)
1546,819.00
Source : primedatabase.com

SME પ્લેટફોર્મે નવા બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યા છે. જેમાં 53 IPOએ રૂ. 2,309 કરોડ એકત્ર કર્યા, જે વોલ્યુમ અને મૂલ્ય બંને રીતે એક મહિનામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ગણાય છે. પ્રાઇમરી માર્કેટમાં IPOની સંખ્યાના ઘોડાપૂરે 2025ને પહેલાથી જ એસએમઈ માટે રેકોર્ડ વર્ષ બનાવી દીધું છે. અત્યાર સુધી 207 લિસ્ટિંગ મારફત કંપનીઓએ રૂ. 9,129 કરોડ એકત્ર કર્યા છે, જે અગાઉના વાર્ષિક ભંડોળ ઊભું કરવાના સૌથી મોટા આંકડાને પણ વટાવી ગયા છે અને હજુ એક ક્વાર્ટર બાકી છે. વિશ્લેષકો મજબૂત વિદેશી સંસ્થાકીય રોકાણપ્રવાહને શ્રેય આપે છે, સાથે સાથે રિટેઇલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી સતત માંગ રહી છે. જ્યારે સેકન્ડરી બજારોમાં પણ ઉતાર-ચઢાવ હતો. સપ્ટેમ્બર મહિનામાં બે ભાગમાં વધારો થયો હતો, શરૂઆતમાં તેજી હતી, પછીથી અસ્થિરતા હતી, પરંતુ તેમ છતાં તેમાં વધારો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકા વધ્યા હતા, BSE મિડકેપ 3 ટકા વધ્યા હતા, અને BSE સ્મોલકેપ 4 ટકા વધ્યા હતા.

એફઆઇઆઇ, રિટેઇલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી સતત માંગ

મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ્સ અને રિટેલ રોકાણકારો સ્થિર મૂડી પૂલ બનાવી રહ્યા છે. SMEs માટે, IPO રૂટ ભંડોળ એકત્રીકરણ સાધન કરતાં વધુ સાબિત થઈ રહ્યો છે. આવકનો ઉપયોગ વિસ્તરણ, ટેકનોલોજી અપગ્રેડ, દેવાની ચુકવણી અને કાર્યકારી મૂડી માટે થઈ રહ્યો છે. બેંક લોનથી વિપરીત, IPO દૃશ્યતા વધારે છે, મૂલ્યાંકન વધારે છે અને વહેલા રોકાણકારોને બહાર નીકળવાની તક આપે છે. SME IPOની સંખ્યામાં વધારો ભારતના મૂડી બજારોના ઊંડાણને પ્રતિબિંબિત કરે છે. પરંતુ વધુ પડતા સબ્સ્ક્રિપ્શન હંમેશા લાંબા ગાળાના લાભમાં પરિણમતા નથી.

વર્ષ વાર યોજાયેલા IPOની સંખ્યા અને એકત્ર રકમ

YearAmount(Rs. cr)No.
1989-902,522186
1990-911,450140
1991-921,400195
1992-935,651526
1993-9410,821764
1994-9512,9281336
1995-968,7231402
1996-974,372684
1997-981,13258
1998-9950422
1999-002,97556
2000-012,380110
2001-021,0826
2002-031,0396
2003-0417,80728
2004-0521,43229
2005-0623,676102
2006-0724,99385
2007-0852,21990
2008-092,03421
2009-1046,94144
2010-1146,18257
2011-1223,98236
2012-1334,31344
2013-1415,23483
2014-1529,71639
2015-1634,32242
2016-1736,61553
2017-1898,98481
2018-1936,40542
2019-2037,67739
2020-2174,70869
2021-221,30,37676
2022-2363,27556
2023-2486,492107
2024-252,11,151105
2025-26 (as on 31/08/25)65,41455
Total12,70,9276,874

(Source : primedatabase.com)