પ્રમોટર્સે રૂ. 87000 કરોડનો હિસ્સો વેચ્યો, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ
અમદાવાદ, 2 જુલાઇઃ ભારતીય ઇક્વિટી માર્કેટમાં પ્રમોટર દ્વારા તેમનો હિસ્સો વેચાણ પ્રક્રિયા પાંચ વર્ષના ટોચે પહોંચી છે. જે વિવિધ વ્યૂહાત્મક વિચારણાઓ જેમ કે દેવામાં ઘટાડો, લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન અને વિસ્તરણ પહેલ દ્વારા સંચાલિત છે. પ્રમોટર દ્વારા વેચવામાં આવેલા હિસ્સાના નોંધપાત્ર ખરીદદારો રિટેલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ રહ્યા છે.
બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના તાજેતરના રિપોર્ટ મુજબ, NSE 500ની 37 કંપનીઓના પ્રમોટર્સે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. 874 અબજ (રૂ. 87,000 કરોડ)નું વેચાણ કર્યું હતું, જે છેલ્લા પાંચ વર્ષની ટોચે છે. 2023માં રૂ. 996 અબજ (લગભગ રૂ. 1 લાખ કરોડ)નો હિસ્સો વેચ્યો હતો. નોંધનીય છે કે, અદાણી ગ્રૂપના પ્રમોટર્સે 2023માં અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓમાં પ્રમોટર હિસ્સો વેચ્યો હતો.
આ સેગમેન્ટમાં પ્રમોટર્સ સ્ટેક સેલિંગ વધ્યું
ઓટોમોબાઈલ અને ઘટકો, વૈવિધ્યસભર નાણાકીય, વીમો, IT સેવાઓ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ક્ષેત્રોમાં મોટાભાગના પ્રમોટર્સે હિસ્સો હળવો કર્યો છે. 2019માં રૂ. 241 અબજનો હિસ્સો પ્રમોટર્સ દ્વારા હળવો કરાયો હતો. જે સતત વધી 2021માં રૂ. 378 અબજ અને 2022માં 412 અબજ હતો. 2023માં બમણો થયો હતો.
પ્રમોટર્સ દ્વારા હિસ્સો હળવા કરવા પાછળના કારણો
બ્રોકરેજ પ્રમોટર (નોન-પીઇ) વેચાણમાં વેગ માટેના વિવિધ કારણોને આભારી છે પ્રમોટર્સ-ફાઉન્ડર્સ લાંબા ગાળાના રોકાણ દ્રષ્ટિકોણ સાથે હાલ હિસ્સો હળવો કરી શકે છે. વધુમાં બિઝનેસનું વિસ્તરણ, લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ધોરણો (મેનકાઇન્ડ), દેવામાં ઘટાડો (વેદાંતા), પ્રમોટર ફેમિલી હોલ્ડિંગ એડજસ્ટમેન્ટ્સ અને વ્યક્તિગત વિચારણાઓ (સિપ્લા, એમએમ), અને પ્રમોટર્સના હિતોનું વ્યૂહાત્મક પુનર્ગઠન સહિતની બાબતોના કારણે સેલિંગ વધ્યું છે.
2024માં, નોંધપાત્ર પ્રમોટર સોદામાં ઇન્ડસ ટાવર્સે રૂ. 153 અબજના હિસ્સાનું વેચાણ કર્યું હતું અને ઈન્ડિગોએ રૂ. 102 અબજનો હિસ્સા વેચ્યો હતો. TCS, Mphasis, Bharti Airtel, Whirlpool, Motherson, અને Ciplaએ કુલ રૂ. 380 અબજનો હિસ્સો વેચ્યો હતો.
OFS IPO દ્વારા સેલિંગ
PE/VC રોકાણકારોએ પ્રાઈમરી (IPO) અને સેકન્ડરી (બ્લોક ડીલ) બંને રૂટમાંથી બહાર નીકળ્યા છે. તેણે જણાવ્યું હતું કે PEsએ તેમનો હિસ્સો વેચવા માટે બુલિશ સેકન્ડરી માર્કેટ કંડીશનનો ઉપયોગ કર્યો છે, ક્યાં તો સંપૂર્ણ અથવા આંશિક રીતે રોકાણના આદેશોની મર્યાદિત મુદ્દત અને પ્રકૃતિને જોતાં હિસ્સો વેચ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)