અમદાવાદ, 26 નવેમ્બર: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ નાના અને મધ્યમ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે પ્રોપશેર પ્લેટિના માટે ઑફર ડોક્યુમેન્ટ દાખલ કર્યા છે, જે PSIT હેઠળની પ્રથમ સ્કીમ અને ભારતની પ્રથમ SM REIT છે. તે IPO મારફત રૂ. 353 કરોડ એકત્ર કરશે.ઇશ્યૂ માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 10 લાખથી રૂ. 10.5 લાખ પ્રતિ યુનિટ છે અને તે 2જી ડિસેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે. ન્યૂનતમ બિડનું કદ 1 યુનિટ રહેશે.IPO સંપૂર્ણપણે પ્લેટિના એકમોનો નવો ઈશ્યુ છે. જેમાં કોઈ ઓફર-ફોર-સેલ ઘટક નથી. ઓફરની રકમનો ઉપયોગ મુખ્યત્વે પ્લેટિના SPV દ્વારા પ્રેસ્ટિજ ટેક પ્લેટિના એસેટના સંપાદન માટે કરવાનો પ્રસ્તાવ છે અને બાકીનો અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.

પ્રોપશેર પ્લેટિનામાં પ્રેસ્ટિજ ટેક પ્લેટિનામાં 246,935 sf ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે, જે આઉટર રિંગ રોડ (ORR), બેંગ્લોર પર સ્થિત LEED ગોલ્ડ ઑફિસ બિલ્ડિંગ છે, જે પ્રેસ્ટિજ જૂથ દ્વારા વિકસાવવામાં આવી છે અને આ ઓફિસ બિલ્ડીંગને US સ્થિત ટેક કંપનીને સંપૂર્ણ રીતે ભાડે આપવાનો પ્રસ્તાવ છે. 4.6 વર્ષના સરેરાશ લોક-ઇન સાથે 9-વર્ષની લીઝ માટે અને દર 3 વર્ષે ભાડું વધારવાના પ્રસ્તાવ સાથે ભાડા પર આપવામાં આવશે. આ યોજના રોકાણકારોને નાણાકીય વર્ષ 2026 માટે 9.0%, નાણાકીય વર્ષ 2027 માટે 8.7% અને નાણાકીય વર્ષ 2028 માટે 8.6% ની અંદાજિત વળતર ઓફર કરે છે.

ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, પ્રોપશેર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઇવેટ લિમિટેડ એ FY 25 અને FY26 માટે તમામ વાર્ષિક મેનેજમેન્ટ ખર્ચ (ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી અને પ્રોપર્ટી મેનેજમેન્ટ ફી સહિત) માફ કરવાનો નિર્ણય લીધો છે અને FY27માં 0.25%ની અને FY28 થી 0.30%ની નજીવી ફી લેશે. પ્રોપર્ટી શેર પણ સ્કીમના યુનિટમાં ઓછામાં ઓછા 5% રોકાણ કરશે. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ ઓફરના એકમાત્ર લીડ મેનેજર છે. એકમોને BSE લિમિટેડ (“BSE”) (“સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

પ્રોપર્ટી શેરના  ડિરેક્ટર, કુણાલ મોક્તને  જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે પ્રોપશેર પ્લેટિના જેવા SMREITs રોકાણકારોને નિયમિત ભાડાની ઉપજ અને અંતર્ગત રિયલ એસ્ટેટની મૂડી વૃધ્ધિના સ્વરૂપમાં હાઇબ્રિડ વળતર સાથે વૈકલ્પિક એસેટ ક્લાસ પ્રદાન કરે છે. PropShare Platina સાથે, આ પ્રોડક્ટને ભારતીય નાણાકીય બજારોમાં લાવનાર પ્રથમ કંપની હોવાનો અમને ગર્વ છે. ”ટ્રસ્ટના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, પ્રોપર્ટી શેર પાસે એક અનુભવી ટીમ છે જેમાં 43 સભ્યોનો સમાવેશ થાય છે જેમાં અગ્રણી IIT અને IIM માંથી શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રિયલ એસ્ટેટ ફંડ્સમાં સંસ્થાકીય રોકાણનો અનુભવ ધરાવે છે. પ્રોપર્ટી શેરની 11-સભ્યોની વરિષ્ઠ રોકાણ ટીમ ભારતમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ રોકાણમાં 62 વર્ષનો સંચિત અનુભવ ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)