અમદાવાદ, 30 ઓક્ટોબરઃ અદાણી ગ્રીન એનર્જીનો સપ્ટેમ્બર માસના અંતે પૂર્ણ થતાં બીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (Q2FY24) વાર્ષિક ધોરણે 149 ટકા વધી રૂ. 371 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 149 કરોડ હતો.

અદાણી ગ્રીન એનર્જીની આવકો અને નફામાં વૃદ્ધિ પાછળનું કારણ વીજના મજબૂત વેચાણોને આભારી છે.

ગૌતમ અદાણી-નિયંત્રિત રિન્યુએબલ પાવર કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 54 ટકા વધી રૂ. 2,589 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 1,107 કરોડ હતી. જેની સાથે કુલ ખર્ચ પણ ગતવર્ષે રૂ. 1,514 કરોડની સરખામણીએ Q2FY24માં 43 ટકા વધીને રૂ. 2,160 કરોડ થયો છે.

વિશ્વનું સૌથી મોટુ રિન્યુએબલ એનર્જી ક્લસ્ટર બનશે

“સમગ્ર બોર્ડમાં પ્રદર્શનમાં સુધારો એ અમારી ટીમના અથાગ પ્રયાસોનું પરિણામ છે. વિશ્વમાં સૌથી મોટું RE ક્લસ્ટર બનાવવાના અમારા આગામી માઇલસ્ટોનને અનુસરવા માટે ખાવડા, ગુજરાત ખાતે અમે પહેલેથી જ 5,000થી વધુ કર્મચારીઓ તૈનાત કર્યા છે. જ્યાં અમે સૌથી અદ્યતન TOPCon સોલર મોડ્યુલ તેમજ ભારતની સૌથી મોટી અને સૌથી કાર્યક્ષમ 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરીશું.” – અમિત સિંઘ, CFO, Adani Green Energy

ParticularsQuarterly performance
Q2 FY23Q2 FY24% change
Operational
Capacity
6,7248,31624%
Solar4,7634,9754%
Wind9711,20124%
Solar-Wind Hybrid9902,140116%
Sale of Energy
(Mn units) 1
3,0675,73787%
Solar2,3272,57611%
Wind4291,104157%
Solar-Wind
Hybrid
3112,057561%
    
Solar portfolio
CUF (%)
22.1%23.5% 
Wind portfolio
CUF (%)
27.3%41.6% 
Solar-Wind
Hybrid (%)
34.3%43.5% 

શેર 7.84 ટકા વધ્યો

પરિણામોના પગલે આજે અદાણી ગ્રીન એનર્જીના શેર ઈન્ટ્રાડે 7.84 ટકાના ઉછાળા સાથે રૂ.939.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અંતે તે 4.95 ટકાના વધારા સાથે રૂ. 914.65 પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં અદાણી ગ્રીનના શેરમાં 19 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સ બેન્ચમાર્કમાં 4 ટકાનો ઘટાડો થયો છે.