JM ફાઈનાન્શિયલને શેર, ડિબેન્ચર સામે ધિરાણ બંધ કરવા RBIનો આદેશ
નવી દિલ્હી, 5 માર્ચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ JM ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ લિમિટેડ (JMFPL) ને શેર અને ડિબેન્ચર સામે લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં શેરની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સામે લોનની મંજૂરી અને વિતરણનો પણ સમાવેશ થાય છે. RBIએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે લોન પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ જોયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપની સામાન્ય કલેક્શન અને રિકવરી પ્રક્રિયા દ્વારા તેના હાલના લોન એકાઉન્ટ્સની સેવા ચાલુ રાખી શકે છે.
RBIના અહેવાલ અનુસાર IPO ફાઇનાન્સિંગ તેમજ NCD સબસ્ક્રિપ્શન માટે કંપની દ્વારા મંજૂર કરાયેલી લોનના સંદર્ભમાં જોવા મળેલી કેટલીક ગંભીર ખામીઓને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા શેર કરેલી માહિતીના આધારે કંપનીના એકાઉન્ટ્સનીની મર્યાદિત સમીક્ષા હાથ ધરી હતી. એવું જાણવા મળ્યું હતું કે કંપનીએ તેના ગ્રાહકોના જૂથને લોન આપેલા ભંડોળનો ઉપયોગ કરીને વિવિધ IPO અને NCD ઓફરિંગ માટે બિડ કરવામાં વારંવાર મદદ કરી હતી. ક્રેડિટ અન્ડરરાઇટિંગ અવ્યવસ્થિત હોવાનું જણાયું હતું, અને ધિરાણ નજીવા માર્જિન સામે કરવામાં આવ્યું હતું. કંપનીએ POA નો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલવાની વ્યવસ્થા કરનાર તેમજ ઉક્ત બેંક ખાતાઓના ઓપરેટર તરીકે પણ કામ કર્યું હોવાનું પણ આઇબીઆઇના ધ્યાનમાં આવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)